News Portal...

Breaking News :

લાંબા અંતરની ટ્રેનો માટે આઠ કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરાશે

2025-07-01 10:14:19
લાંબા અંતરની ટ્રેનો માટે આઠ કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરાશે


દિલ્હી : રેલવે મંત્રાલયે દૂરના સ્થળેથી યાત્રા કરવાવાળા યાત્રીઓની યાત્રાને સરળ બનાવવા માટે લાંબા અંતરની ટ્રેનો માટે વર્તમાન ચાર કલાકની બદલે આઠ કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. 




ભારતીય રેલવે વેઇટિંગ યાદીવાળી ટિકિટોને રદ કરવા પર લગાવવામાં આવતા  બહુચર્ચિત કલર્કેજ ચાર્જિસને માફ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે.  આ ચાર્જિસ સામાન્ય રીતે યાત્રા વર્ગના આધારે પ્રતિ ટિકિટ ૩૦ થી ૬૦ રૂપિયા હોય છે. આ ચાર્જિસનો યાત્રીઓ અને જનપ્રતિનિધિઓ લાંબા સમયથી વિરોધ કરી રહ્યાં છે. રેલવે મંત્રાલયના એક અધિકારીએ પ્રસ્તાવ પર આંતરિક ચર્ચા ચાલી રહી હોવાના અહેવાલને સમર્થન આપ્યું છે. 



હાલમાં ટુએસ કલાસમાં રૂ. ૩૦ પ્રતિ પેસેન્જર, સ્લીપર કલાસમાં રૂ. ૬૦ અને અન્ય તમામ કલાસમાં રૂ. ૬૦ પ્લસ જીએસટી (રૂ. ૬૫)નું કલર્કેજ ચાર્જ વસૂલ કરવામાં આવે છે. આઇઆરસીટીસીના ઓનલાઇન પોર્ટલના માધ્યમથી કરવામાં આવેલા કેન્સલેશન  માટે ચાર્જિસ કાપવામાં આવે છે. જ્યારે વેઇટિંગ યાદીવાળી ટિકિટ રદ કરવામાં આવે છે તો કલર્કેજ અને અન્ય નોન રિફંડેબલ ઘટકો કાપ્યા પછી ભાડું પરત આપવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં રેલવેએ લગભગ ૨.૭ લાખ કરોડ રૂપિયાની વિક્રમજનક કમાણી કરી હતી.

Reporter: admin

Related Post