આગામી તારીખ 13 મી માર્ચના રોજ હોલિકા દહન નો એટલે કે હોળીનો પાવન અને પવિત્ર તહેવાર છે
જેમાં 51 શક્તિપીઠો પૈકીના એક શક્તિપીઠ અને યાત્રાધામ પાવાગઢ ખાતે હોળીના તહેવારનું અનેરૂ મહત્વ અને વિશેષ મહિમા છે જેમાં દર વર્ષે વર્ષોની પરંપરા પ્રમાણે પરંપરાગત રીતે ભારે ધાર્મિક વાતાવરણમાં અને શુભ મુહૂર્તમાં ડુંગર પર મહાકાળી માતાજીના મંદિરે હોળી પ્રગટાવાય છે જેમાં પાવાગઢ ડુંગરની ટોચ પર માતાજીના મંદિરે હોળી પ્રગટાવ્યા બાદ ડુંગરની ટોચ પરથી હોળીના દર્શન કરી આસપાસના 50 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા હાલોલ, ઘોઘંબા, કાલોલ, જાંબુઘોડા,બોડેલી, જેવા ગામોમાં આસ્થા અને શ્રદ્ધા ભાવ સાથે હોળી પ્રગટાવવાની પરંપરા છે
જે અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારે શ્રદ્ધા અને આસ્થા સાથે ભારે ધાર્મિક વાતાવરણમાં મહાકાળી માતાજીના મંદિર ખાતે આગામી તારીખ 13 3 2025 ગુરૂવારના રોજ સાંજે 6:15 કલાકે શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવશે જે અંગેની જાહેરાત આજે શનિવારે માં કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા કરવામાં આવી છે
Reporter: admin