વિશ્વભરમાંથી કરોડોના જીવ લેનારી કોવિડ મહામારી માટે અમેરિકાની ફેડરલ કોર્ટે ચીનને દોષિત ઠેરવ્યું છે. જેના માટે ચીનને 24 અબજ ડોલરથી વધુનો દંડ પણ ફટકાર્યો છે.
ફેડરલ કોર્ટના જજે શુક્રવારે આ મામલે ચુકાદો આપતાં ચીનને કોવિડ મહામારીના તથ્યો છુપાવવા, વિશ્વને ગેરમાર્ગે દોરવા બદલ અને સુરક્ષાત્મક ઉપકરણોનો સંગ્રહ બદલ દોષિત ઠેરવ્યો છે.મિસૌરીના અધિકારી ચીનની સંપત્તિઓ જપ્ત કરી શકે છે.
મહામારીના પ્રારંભિક દિવસોમાં એપ્રિલ, 2020માં મિસૌરી એટર્ની જનરલના કાર્યાલય દ્વારા દાખલ કેસમાં ચીનની સરકાર પર વાઈરસના ફેલાવા વિશે માહિતી છુપાવવા તેમજ વિશ્વના અન્ય હિસ્સામાંથી પર્સનલ કેર, પીપીઈ, સુરક્ષા ઉપકરણોનો સંગ્રહ કરી વિશ્વમાં પુરવઠાની અછત ઉભી કરવાનો આરોપ હતો.આ મામલે ચીન તરફથી કોઈ રજૂઆત કે દલીલ કરવામાં આવી નથી. વોશિંગ્ટન સ્થિત ચીનના દૂતાવાસના અધિકારીઓએ આ મામલે કોઈ ટીપ્પણી આપી નથી. પોતાના ચુકાદામાં જજ સ્ટીફન એન. લિંબાધ જૂનિયરે જણાવ્યું હતું કે, ચીને કોવિડ-19 મહામારીના જોખમ પર વિશ્વને ગેરમાર્ગે દોર્યુ હતું. પીપીઈનો સંગ્રહ કરી એકાધિકારવાદી કાર્યવાહીઓ કરી હતી.
Reporter: admin