ભરૂચ : જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં દિવ્યાંગ યુવતી પર બે નરાધમો દ્વારા પાશવી દુષ્કર્મ ગુજારવાની ઘટનાથી સમગ્ર પંથકમાં હોબાળો મચી ગયો હતો.
માહિતી અનુસાર જંબુસર તાલુકાના એક ગામમાં આ યુવતી રાત્રે ઊંઘતી હતી ત્યારે ઘરમાં ઘૂસી આવેલા બે નરાધમોએ પીડિતાને ધમકાવી હતી અને તેની સાથે બળજબરીપૂર્વક શરીરસુખ માણ્યું હતું. બળાત્કાર ગુજાર્યા બાદ બંને નરાધમો ફરાર થઇ ગયા હતાં.
આ ઘટના બાદ યુવતીએ બૂમાબૂમ કરતાં ગામના લોકો આવી ગયા હતા અને બાદમાં બે યુવાનો ઈશ્વર સંજયભાઈ રાઠોડ તેમજ વિજય ખોડાભાઈ રાઠોડ સામે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દુષ્કર્મ ગુજાર્યા બાદ ફરાર થઇ ગયેલા બંનેની ધરપકડના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.
Reporter: admin