દિલ્હી : આતંકવાદ અને સશસ્ત્ર સંઘર્ષના ભયને પગલે અમેરિકાએ ભારત-પાકિસ્તાન સરહદ, દેશની નિયંત્રણ રેખા(Loc) અને બલુચિસ્તાન તથા ખૈબર પખ્તુનખ્વાં પ્રાંતમાં મુસાફરી કરવા સામે ચેતવણી જારી કરી નાગરિકોને એલર્ટ કરી દીધા છે.
અમેરિકાના વિદેશ વિભાગે તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. તેમાં કહ્યું છે કે આતંકવાદ અને સશસ્ત્ર સંઘર્ષની શક્યતાને કારણે લોકોએ ભારત-પાકિસ્તાનના બોર્ડર વિસ્તારમાં મુસાફરી પર પુનર્વિચાર કરવો જરૂરી છે. ટ્રાવેલ એડવાઈઝરીમાં અમેરિકનોને આતંકવાદને કારણે બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાંની મુસાફરી ન કરવા કહેવામાં આવ્યું છે, જેમાં ભૂતપૂર્વ ફેડરલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રાઇબલ એરિયા (FATA)નો સમાવેશ થાય છે. એડવાઈઝરી અનુસાર “હિંસક ઉગ્રવાદી જૂથો પાકિસ્તાનમાં હુમલાઓનું કાવતરું ઘડી રહ્યા છે. બલુચિસ્તાન પ્રાંત અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં વારંવાર આતંકવાદી હુમલાઓ થાય છે, જેમાં ભૂતપૂર્વ FATAનો સમાવેશ થાય છે.
મોટા પાયે આતંકવાદી હુમલાઓથી ઘણી જાનહાનિ થાય છે અને નાના પાયે હુમલાઓ વારંવાર કરવામાં આવી રહ્યા છે."એડવાઈઝરીમાંમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "આતંકવાદ અને ઉગ્રવાદી તત્વો દ્વારા ચાલી રહેલી હિંસાના પરિણામે નાગરિકો તેમજ સ્થાનિક સૈન્ય અને પોલીસ ટારગેટ પર આડેધડ હુમલાઓ થઈ રહ્યા છે. આતંકવાદીઓ ચેતવણી વિના હુમલો કરી શકે છે, પરિવહન કેન્દ્રો, બજારો, શોપિંગ મોલ, લશ્કરી સ્થાપનો, એરપોર્ટ, યુનિવર્સિટીઓ, પ્રવાસન આકર્ષણો, શાળાઓ, હોસ્પિટલો, પૂજા સ્થળો અને સરકારી સુવિધાઓને નિશાન બનાવી શકે છે. આતંકવાદીઓએ ભૂતકાળમાં અમેરિકાના રાજદ્વારીઓ અને રાજદ્વારી સુવિધાઓને નિશાન બનાવી હતી."
Reporter: