News Portal...

Breaking News :

વડોદરા રેલવે સ્ટેશનનું અનોખુ દ્રષ્ય...તમને જોવા મળશે વીઆઇપી માટે ખાસ લાઇન.

2025-07-01 09:48:35
વડોદરા રેલવે સ્ટેશનનું અનોખુ દ્રષ્ય...તમને જોવા મળશે વીઆઇપી માટે ખાસ લાઇન.


આખા ભારતમાં ક્યાંય તમને જોવા ના મળે તેવા દ્રષ્યો સોમવાર રાત્રે વડોદરા રેલવે સ્ટેશન પર જોવા મળ્યા હતા. જ્યાં મુસાફરોને ડ્રોપ કરવાની વાહનોની લાઇનને વીઆઇપી જાહેર કરી દેવાઇ હતી. અને કેટલાક લોકો તો બિન્ધાસ્ત આ વાહનો પહેલી જ લાઇનમાં પાર્ક કરીને જતા પણ રહ્યા હતા. 


જેના પરિણામે અન્ય મુસાફરોને વરસતા વરસાદમાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો. સામાન્ય રીતે દરેક રેલવે સ્ટેશનની બહાર પહેલી લાઇનમાં આવતા વાહનો મુસાફરોને ડ્રોપ કરીને આગળ નિકળી જતા હોય છે પણ વડોદરા રેલવે સ્ટેશનની બહાર તો વીઆઇપી લાઇન જાહેર કરી દઇને મુસાફરોને ગુમરાહ કરવામાં આવતું હોય તેમ લાવી રહ્યું છે. વડોદરા રેલવે પોલીસે અને રેલવે તંત્રએ બુદ્ધીનું પ્રદર્શન કર્યું હતું. ભલે વીઆઇપી હોય પણ તેમની કાર તેમને ડ્રોપ કરીને જતી રહે તેવો નિયમ છે પણ અહીં તો આ નિયમનું સરેઆમ ઉલ્લંઘન થયેલું જોવા મળ્યું હતું. રેલવે સ્ટેશન ઉપર રહેલી ટ્રાફિક પોલીસ પણ મૂક પ્રેક્ષક બનીને જાણે કે જોતી રહી હતી અને હજારો મુસાફરો પરેશાન થયા હતા. તેમને વરસતા વરસાદમાં વાહનમાંથી ઉતરીને એક કે બે લાઇન ક્રોસ કરીને રેલવે સ્ટેશન સુધી પહોંચવું પડતું હતું. વડોદરા રેલવે ડિવીઝનલ મેનેજર આ મામલે ગંભીરતાથી પગલાં લે તે જરુરી છે.

પોલીસને ફરિયાદ કરી...



યાત્રી એ જણાવ્યું હતુ કે મુંબઈ થી વડોદરા રેલવે સ્ટેશન ખાતે પહોંચયો હતો. જ્યાં બહાર નીકળતા વરસાદ પડતો હતો. રસ્તાની બહાર નીકળવા જતા ત્યાં ગાડીઓની લાઈનો હતી અંદર કોઈ હતું નહી ગાડીઓ મૂકીને જતા રહ્યા હતા. આજુ બાજુમાં પૂછતાં માલુમ પડ્યું કે આ તો વીઆઈપી  લાઈન છે પણ આવું કોઈ જગ્યા ઉપર જોયું નથી. ત્યાર બાદ મેં પોલીસને પણ જાણ કરી હતી. વડોદરા રેલવેના ઉચ્ચ અધિકારીએ મુસાફરોને અગવડ ના પડે તે ધ્યાન રાખવું જરૂરી છે.
વિમલ, ભોગ બનેલો યાત્રી

Reporter:

Related Post