વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગ્રીન મ્યુનિસીપલ બોન્ડ પુસ્તીકાનું ત્રિવેન્દ્રમ ખાતે વિમોચન કરાયું છે. પાલિકા દ્વારા માર્ચ 2024માં 100 કરોડ ગ્રીન મ્યુનિસીપલ બોન્ડ નાણા ઉગવવાનું આયોજન કરાયું હતં

આવી સિદ્ધી હાંસલ કરનાર વડોદરા પાલિકા એશિયાની પ્રથમ મહાનગરપાલિકા છે. જે ઇસ્યુ ખુલતાની સાથે જ 8 ગણો છલકાઇ ગયો હતો અને સમય પૂર્ણ થવાના આરે 100 કરોડની સામે કુલ 44 બિડર દ્વારા 1460 કરોડની બિડ કરવામાં આવી હતી અને પાલિકાનો ઇસ્યુ 7.90 ટકાના દરે 14.60 ગણો ઓવર સબસ્ક્રાઇબ થયો હતો.

આ અંગે ગ્લોબલ કેસ સ્ટડી તૈયાર કરાયો હતો અને ધ ગ્રીન બુક નામની પુસ્તિકા તૈયાર કરાઇ હતી. આજે ત્રિવેન્દ્રમ કેરાલા ખાતે સેબી દ્વારા વર્કશોપનું આયોજન કરાયું હતું જેમાં આ પુસ્તિકાનું અનાવરણ કરાયું હતું. કાર્યક્રમમાં વડોદરા પાલિકાના અધિકારીઓ એઅને પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
Reporter: admin







