News Portal...

Breaking News :

હવે તો હું ચાલવાનું પણ ભૂલી ગઈ છું. :સુનિતા વિલિયમ્સ

2025-03-08 17:34:28
હવે તો હું ચાલવાનું પણ ભૂલી ગઈ છું. :સુનિતા વિલિયમ્સ


નાસા : ધરતી પર પાછા ફર્યા પછી પણ સુનિતા વિલિયમ્સ ઘરે નહીં જઈ શકશે. પહેલા તેના ટેસ્ટ કરવામાં આવશે અને પછી જરૂરી સારવાર કરવામાં આવશે. 


ડોક્ટરોનું કહેવું છે કે, અવકાશથી પાછા ફર્યા પછી એવું લાગે છે કે તેમના શરીરમાં કોઈ તાકાત જ નથી રહી. આવી સ્થિતિમાં ગ્રેવિટીમાં ફરીથી તાકાત મેળવવામાં દોઢ મહિનાનો સમય લાગી શકે છે. ફરીથી તમામ ટેસ્ટ કર્યા પછી જ તેમને ઘરે જવાની મંજૂરી આપવામાં આવી શકે છે. સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર 16 માર્ચ સુધીમાં પૃથ્વી પર પરત ફરશે. જોકે, સુનિતા વિલિયમ્સનું કહેવું છે કે 'આટલા દિવસો અવકાશમાં વિતાવ્યા પછી, પૃથ્વી પર એડજસ્ટ થવું મારા માટે સરળ કામ નથી. મારા માટે પૃથ્વી પર ચાલવું એ કાંટા પર ચાલવા જેવું છે. હવે તો હું ચાલવાનું પણ ભૂલી ગઈ છું.


એક્સપર્ટનું કહેવું છે કે,અવકાશયાત્રીઓને અનેક પ્રકારની ગંભીર બીમારીઓનું પણ જોખમ રહે છે. તીવ્ર કોસ્મિક રેડિયેશનને કારણે ઘણી વખત અવકાશયાત્રીઓના શરીરના ઊંડે સુધી અસર થાય છે, જે કેન્સરનું કારણ પણ બની શકે છે. જેમ સુનિતા વિલિયમ્સને અવકાશમાં ગયા પછી થોડા દિવસો માટે પોતાના શરીરને સમાયોજિત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, તેવી જ સમસ્યા પૃથ્વી પર પાછા ફર્યા પછી પણ થવાની છે. આવકાશમાં હૃદય અને ફેફસાંને પણ ઓછી મહેનત કરવી પડે છે. આવી સ્થિતિમાં પૃથ્વી પર પાછા ફર્યા પછી  તેમને એક ખાસ વાતાવરણ આપવામાં આવશે જેમાં તેઓ પોતાને પૃથ્વી સાથે અનુકૂલિત બનાવી શકે.

Reporter: admin

Related Post