News Portal...

Breaking News :

પોઈચા બ્રિજ પરથી યુવકની છલાંગ, ફાયર વિભાગે બે કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો

2026-05-11 12:24:40
પોઈચા બ્રિજ પરથી યુવકની છલાંગ, ફાયર વિભાગે બે કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો


ગઈ કાલે રાત્રે બનેલી ઘટનામાં વિજયભાઈ ગોહિલ (૨૪)નું મોત, સાવલીના જવેરીપુરા તળાવમાં પણ છોકરો ડૂબ્યો



મહીસાગર નદી પરના પોઈચા બ્રિજ પરથી છલાંગ લગાવનાર યુવકનો મૃતદેહ ફાયર વિભાગે બે કલાકની જહેમત બાદ બહાર કાઢ્યો.
 ગઈ કાલે રાત્રે વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં મહીસાગર નદી પર આવેલા પોઈચા બ્રિજ પરથી એક યુવકે છલાંગ લગાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને લગભગ બે કલાકની ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.મૃતકની ઓળખ વિજયભાઈ ગોહિલ (ઉંમર ૨૪) તરીકે થઈ છે. ફાયર વિભાગને મળેલી કોલ મુજબ ગઈ કાલે રાત્રે આ ઘટના બની હતી. પાણીગેટ અને અન્ય ફાયર સ્ટેશનની ટીમોએ સ્થળ પર પહોંચીને શોધખોળ હાથ ધરી હતી. મૃતદેહને બહાર કાઢીને પોલીસને સોંપવામાં આવ્યો છે. 


પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. યુવકે આ છલાંગ કયા કારણોસર લગાવી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.આ જ દરમિયાન ફાયર વિભાગને અન્ય એક કોલ મળ્યો હતો. સાવલી પાસેના જવેરીપુરા ગામના તળાવમાં એક છોકરો ડૂબી ગયો હોવાની માહિતી મળી હતી. ફાયર ટીમ તાત્કાલિક તળાવ પર પહોંચીને શોધખોળ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ વ્યક્તિ મળી આવ્યો નથી.બંને ઘટનાઓને લઈને આસપાસના વિસ્તારોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો. સ્થાનિકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી શરૂ કરી છે. આ બંને ઘટનાઓમાં આત્મહત્યા કે અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Reporter: admin

Related Post