પૂર, કચરો અને દબાણથી કરૂણ હાલતમાં પહોંચેલી નદી માટે હવે પાર્ક-ટ્રેક અને બાયો શિલ્ડના સપના વેચાઈ રહ્યા છે
ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવાનો દાવો, પરંતુ શહેરવાસીઓ પૂછે છે — દર વર્ષે ડૂબતું વડોદરા બચશે ક્યારે?
વડોદરા શહેરની જીવનરેખા સમાન વિશ્વામિત્રી નદીના રિવાઇવલ, સંરક્ષણ અને વિકાસ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મોટા પાયે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગેરી ઓફિસ ખાતે બી. એન. નવલાવાલાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર તથા અધિકારીઓ સાથે વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ અને નિવારણ સમિતિ દ્વારા સૂચિત કામગીરીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં વિશ્વામિત્રી નદી માટે River Rejuvenation, Conservation અને Bioshield પ્રોજેક્ટ અમલી બનાવવા માટે નવી SPV રચવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો. પ્રથમ તબક્કામાં આશરે 8 કિલોમીટર વિસ્તારમાં વિકાસ કાર્યો હાથ ધરાશે, જેમાં ચિલ્ડ્રન પાર્ક, સિટીઝન પાર્ક, સાયકલિંગ ટ્રેક, વોકિંગ ટ્રેક, રિક્રિએશનલ પાર્ક એન્ડ ગાર્ડન તેમજ Crocodile Viewing Park જેવી સુવિધાઓ ઉભી કરાશે.
વિશ્વામિત્રી નદીના Conservation અને Development માટે સલાહકાર તરીકે HCP ની નિમણૂક કરવામાં આવનાર હોવાનું બેઠકમાં જણાવાયું હતું. પર્યાવરણ સંરક્ષણ અને Sustainable Development ને કેન્દ્રમાં રાખીને નદી કાંઠાના વિકાસની કામગીરી હાથ ધરાશે. વિશ્વામિત્રી સમિતિ દ્વારા સૂચિત કામગીરીઓમાં ગેબિયન પ્રોટેક્શનના કામો હાલ મંગલ પાંડે બ્રિજ, ચેતક બ્રિજ, નવલખી કૃત્રિમ તળાવ અને સયાજીબાગ ઝૂ પાછળના વિસ્તારોમાં ચાલી રહ્યા છે. આ કામગીરી ચોમાસા પહેલાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જ્યારે અન્ય વિકાસ કાર્યો ચોમાસા બાદ હાથ ધરાશે.મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના કોતરો, શહેરના તળાવો અને વિવિધ કાંસોમાં ગેરકાયદેસર રીતે ઠાલવાયેલા ગાર્બેજ તથા Construction and Demolition Waste દૂર કરવાની કામગીરી પણ હાથ ધરાશે. સાથે જ કચરો ડમ્પ કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.Eco Restoration અંતર્ગત કમ્યુનિટી સાયન્સ સેન્ટર (CSC) દ્વારા “વહો વિશ્વામિત્રી અભિયાન” અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. પાયલોટ પ્રોજેક્ટ તરીકે વિશ્વામિત્રી નદી કાંઠે 500 મીટર વિસ્તારમાં Bioshield વિકસાવવા માટે સાઇટ વિઝિટ પણ કરવામાં આવી હતી. ટૂંક સમયમાં આ કામગીરી શરૂ કરાશે.
Reporter: admin







