News Portal...

Breaking News :

બહુચરાજી રોડ પર ઓઇલ લીકેજથી ચીકણાશ, અસંખ્ય બાઈકચાલકો પટકાયા

2026-05-15 16:37:06
બહુચરાજી રોડ પર ઓઇલ લીકેજથી ચીકણાશ, અસંખ્ય બાઈકચાલકો પટકાયા


વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ બહુચરાજી રોડ પર આજે એક અજાણ્યા ટેન્કરમાંથી ઓઇલ લીકેજ થતાં રસ્તા પર ચીકણાશ ફેલાઈ જતાં અસંખ્ય વાહનચાલકો પટકાયા હોવાની ઘટના સામે આવી છે. 

ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, ખાસ વાળી સ્મશાન પાસેના માર્ગ પરથી પસાર થતાં અનેક બાઈકચાલકો ઓઇલના કારણે સ્લીપ થઈ નીચે પડી ગયા હતા. ગરમીના વાતાવરણ વચ્ચે અચાનક સર્જાયેલી આ પરિસ્થિતિને કારણે વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.ઘટનાની જાણ થતાં સ્થાનિક વેપારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને અકસ્માતોની સંભાવના અટકાવવા માટે રસ્તા ઉપરની અવરજવર થોડા સમય માટે બંધ કરાવી હતી. 

સાથે જ રસ્તા પર માટી નાખી ચીકણાશ ઓછી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વેપારીઓએ વાહનચાલકોને ધીમે ગતિએ વાહન ચલાવવા અપીલ પણ કરી હતી. આજે શુક્રવાર હોવાથી નજીકની મસ્જિદમાં નમાજ અદા કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. જેથી નમાજીઓ તેમજ અન્ય રાહદારીઓને મુશ્કેલી ન પડે તે માટે સ્થાનિકો અને વેપારીઓએ મળીને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.સ્થાનિક લોકોએ મહાનગરપાલિકા અને ટ્રાફિક વિભાગ પાસે માંગ કરી છે કે બેદરકાર ટેન્કર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ તાત્કાલિક રસ્તાની સફાઈ કરી વાહન વ્યવહાર સુરક્ષિત બનાવવમાં આવે.

Reporter:

Related Post