News Portal...

Breaking News :

બાપોદમાં પત્તા પાનાના જુગારમાં ૪ આરોપીઓ ઝડપાયા

2026-05-15 12:23:58
બાપોદમાં પત્તા પાનાના જુગારમાં ૪ આરોપીઓ ઝડપાયા



ખુલ્લી જગ્યામાં રમાતા જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી બાપોદ પોલીસની સફળ કાર્યવાહી

જુગાર રમતા ૪ આરોપીઓ સાથે કબજે કરાયેલ રોકડા અને પત્તા પાના


વડોદરા: વડોદરા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને જુગારને રોકવા પોલીસના સતત અભિયાન અંતર્ગત બાપોદ પોલીસ ટીમે મોટી સફળતા હાસિલ કરી છે. આજવા રોડ સરદાર એસ્ટેટ પાસે આવેલ કમલાનગર વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં પત્તા પાના વડે હાર-જીતનો જુગાર રમતા કુલ ૪ આરોપીઓને ટીમે ઝડપી પાડ્યા છે.પોલીસ કમિશનર નરેન્દ્રસિંહ કુમાર, સંયુક્ત પોલીસ કમિશનર મનલેશ જાજડીયા, નાયબ પોલીસ કમિશનર ઝોન-૦૪ એન્ડ્રુ મેકવાન અને મદદનીશ પોલીસ કમિશનર જી.બી. બાંભણીયાના માર્ગદર્શન હેઠળ બાપોદ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પો.કો. જીવાતાભાઈ શામળભાઈ અને અ.લો.ર. પુષ્પરાજસિંહ ભરતસિંહને બાતમીદાર મારફત જાણ મળી કે કમલાનગર તળાવ પાસે આવેલ ચાચા નેહરુ નગર આંગનવાડીની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે.બાતમીના આધારે ટીમે તાત્કાલિક સ્થળે દોડી જઈ ૪ આરોપીઓને ઘેરીને પકડી પાડ્યા. અંગેઝડતી દરમિયાન તેમની પાસેથી રોકડા રૂપિયા ૧૧,૦૫૦/- અને પત્તા પાનાના ૫૨ કાર્ડ્સ કબજે કરવામાં આવ્યા છે.



પકડાયેલ આરોપીઓ:
1. મુકેશભાઈ ઉર્ફે લખન જગદીશભાઈ પ્રજાપતી  
2. રાજેન્દ્ર જગદીશભાઈ પ્રજાપતી 
3. અજય રામસિંહભાઈ બારડ  
4. હર્ષ નરેશભાઈ અજમેરી  
(તમામ આરોપીઓ કમલાનગર, આજવા રોડ, વડોદરાના રહેવાસી છે)
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. લાડુમોરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહીને સ્થાનિકો તરફથી પ્રશંસા મળી રહી છે. પોલીસે જુગાર સામેના અભિયાનને વેગ આપવાનું કહ્યું છે.આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને આરોપીઓ સામે જુગાર અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post