News Portal...

Breaking News :

એકતાનગરમાંથી ૧૦ કિલો ગાંજા સાથે એક આરોપી ઝડપાયો

2026-05-15 12:18:49
એકતાનગરમાંથી ૧૦ કિલો ગાંજા સાથે એક આરોપી ઝડપાયો



વનસ્પતિ જન્ય માદક પદાર્થ સહિત કુલ ₹૭.૮૭ લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ફરાર

એસ.ઓ.જી. ટીમે કરેલી સફળ રેડમાં કબજે કરાયેલ ગાંજાનો જથ્થો


વડોદરા: વડોદરા શહેરમાં નશીલા પદાર્થોની અવૈધ હેરાફેરી અને વેચાણ સામે એસ.ઓ.જી.ની ટીમે મોટી સફળતા હાસિલ કરી છે. એકતાનગર, મરાઠીવાડ વિસ્તારમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો જપ્ત કરીને એક આરોપીને પકડવામાં આવ્યો છે.એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર બી.ડી. જીતીયાના માર્ગદર્શન હેઠળની ટીમે બાતમીના આધારે આજવા રોડ, એકતાનગર વિસ્તારમાં રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન આરોપી રીઝવાન યુસુફભાઈ દીવાનના મકાનમાંથી મીણીયા થેલામાં ભરેલ ૧૦ કિલો ૯૦ ગ્રામ ગાંજો (કિંમત ₹૫,૦૪,૫૦૦) અને ૨૨ ગ્રામ હાઇબ્રીડ ગાંજો (કિંમત ₹૭૭,૦૦૦) જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત CNG ઓટોરિક્ષા, ડિજીટલ વજનકાંટા અને મોબાઈલ ફોન સહિત કુલ ₹૭,૮૭,૧૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીએ પુછપરછમાં કબૂલ કર્યું કે તે રતલામથી મંગાવેલ ગાંજો છુટકમાં વેચાણ કરતો હતો.



પકડાયેલ આરોપી:
રીઝવાન યુસુફભાઈ દીવાન, રહે. આંબેડકર નગર, મરાઠીવાડ, એકતાનગર, આજવા રોડ, વડોદરા (મૂળ રહે. પાણીગેટ)
ધરપકડના બાકી આરોપી:  
મોહન નાંદુ નીનામા, રહે. ખારી ગામ, જિ. રતલામ, મધ્યપ્રદેશ
આ કેસમાં બાપોદ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(c), 20(b)(ii)(A) અને 29 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ફરાર આરોપી મોહન નાંદુ નીનામાની શોધખોળ શરૂ કરી છે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે નશીલા પદાર્થોની તસ્કરી સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. શહેરમાં આવી અવૈધ પ્રવૃત્તિમાં સામેલ તત્વો પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post