News Portal...

Breaking News :

વડોદરામાં અનધિકૃત વાહનો પર સખત કાર્યવાહી

2026-05-15 11:57:47
વડોદરામાં અનધિકૃત વાહનો પર સખત કાર્યવાહી



ટ્રાફિક પોલીસ અને RTOની સંયુક્ત ડ્રાઇવમાં ૧૦૭ ઇ-ચલણ, ૬ વાહનો ડિટેઇન

અનધિકૃત વાહનો સામે ટ્રાફિક પોલીસ અને RTOની સંયુક્ત કાર્યવાહી.


વડોદરા શહેર પોલીસે અનધિકૃત વાહન હેરાફેરી અને ટ્રાફિક નિયમોના ભંગ સામે મોટી કાર્યવાહી કરી છે. મે.પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર અને અધિક પોલીસ કમિશ્નર ડો. સુધીર દેસાઈની સૂચનાથી તા.૧૩ અને ૧૪ મે ૨૦૨૬ દરમિયાન નાયબ પોલીસ કમિશ્નર તેજલ પટેલના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખા-પૂર્વ અને RTOની સંયુક્ત ટીમોએ વ્યાપક ડ્રાઇવ હાથ ધરી હતી.આ અભિયાનમાં અનધિકૃત ખાનગી વાહનોમાં પેસેન્જરોની હેરાફેરી કરતા વાહનચાલકો, ઓટો-રિક્ષામાં ડ્રાઇવર સીટ પર પેસેન્જર બેસાડતા ડ્રાઇવરો અને અનધિકૃત LED લાઇટ્સ લગાવેલા વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. 

ટ્રાફિક પોલીસની ટીમે ૭૪ ઇ-ચલણ કાપ્યા અને ૫ વાહનો ડિટેઇન કર્યા, જ્યારે RTOની ટીમે ૩૩ ઇ-ચલણ અને ૧ વાહન ડિટેઇન કર્યું. આમ કુલ ૧૦૭ ઇ-ચલણ અને ૬ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુધારવાનો અને અકસ્માતના જોખમને ઘટાડવાનો છે. અનધિકૃત વાહનોમાં પેસેન્જર હેરાફેરી અને ડ્રાઇવર સીટ પર પેસેન્જર બેસાડવાથી અકસ્માતની સંભાવના વધે છે. તેમજ અનધિકૃત LED લાઇટ્સથી અન્ય વાહનચાલકોને દૃષ્ટિમાં અડચણ ઊભી થાય છે.ટ્રાફિક વિભાગે આવી અનિયમિત પ્રવૃત્તિઓ પર નજર રાખવાનું અને આવા અભિયાનો વધુ તીવ્ર બનાવવાનું આયોજન કર્યું છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ માત્ર અધિકૃત વાહનોનો જ ઉપયોગ કરે અને વાહનચાલકોએ ટ્રાફિક નિયમોનું કડક પાલન કરે.

Reporter: admin

Related Post