વડોદરાના દિવાળીપુરા કોટ સંકુલ ખાતે જાગૃત નાગરિક હર્ષદ પરમારે પર્યાવરણની જાળવણી અને વ્યક્તિગત સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે એક પ્રેરણાદાયી પહેલ હાથ ધરી છે.

તેમણે હવે કોર્ટના તમામ કામકાજ માટે સાયકલનો ઉપયોગ કરવાનો સંકલ્પ કર્યો છે. હર્ષદ પરમારના જણાવ્યા અનુસાર, જો ગુજરાતની ૫ કરોડ જનતામાંથી માત્ર ૫૦ હજાર લોકો પણ રોજિંદા જીવનમાં સાયકલનો ઉપયોગ શરૂ કરે, તો દરરોજ અંદાજે ૫૦ હજાર લિટર પેટ્રોલની બચત શક્ય બની શકે છે. તેમના મતે આ પહેલ માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ દેશની ઊર્જા બચત માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

તેમણે જણાવ્યું હતું કે સાયકલિંગ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે અને આજના વ્યસ્ત જીવનમાં સ્વાસ્થ્ય જાળવવા માટે સાયકલ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. સાથે જ પેટ્રોલના સતત વધી રહેલા ભાવ વચ્ચે સામાન્ય નાગરિકના ખિસ્સા પરનો આર્થિક બોજ પણ ઓછો થઈ શકે છે.હર્ષદભાઈએ જણાવ્યું કે તેઓ વડાપ્રધાન Narendra Modiના પર્યાવરણ સંરક્ષણ અને ઊર્જા બચતના સંદેશથી પ્રેરાઈ આ નિર્ણય પર પહોંચ્યા છે.તેમણે વધુમાં કહ્યું હતું કે, “હું હવેથી કોર્ટમાં આવવા માટે માત્ર સાયકલનો જ ઉપયોગ કરીશ અને અન્ય લોકોને પણ આ બાબતે જાગૃત કરવાનો પ્રયાસ કરીશ.


Reporter: admin







