ગઈ કાલે કરણ સોલાંકી પકડાયો, રવિ દાંતાણી વોન્ટેડ, ૫૧,૪૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કરેલ ચોરીના મુદ્દામાલ અને પકડાયેલ આરોપી.
.
વડોદરા: સમા વિસ્તારની અનમોલ સોસાયટીમાં તા.૦૯/૦૫/૨૦૨૬ની રાત્રે થયેલી ઘરફોડ ચોરીનો ગુનો ક્રાઈમ બ્રાન્ચની ટીમે માત્ર ૧૦ દિવસમાં ઉકેલી કાઢ્યો છે. આરોપી કરણ સોલાંકીને પકડી પાડવામાં આવ્યો છે જ્યારે તેનો સાથી રવિ દાંતાણી હજુ વોન્ટેડ છે.આરોપીઓએ ૯ મેની રાત્રે ૯ વાગ્યાથી ૧૧ મેની સવારે ૬ વાગ્યા દરમિયાન મકાનના આગળના નકુચો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. તેઓએ પહેલા માળે આવેલા બેડરૂમમાંથી ઇમિટેશન સોના-ચાંદીના દાગીના, કાંડા ઘડિયાળ અને રોકડા ૩૫,૦૦૦ રૂપિયા સહિત કુલ ૧,૩૫,૩૯૫ રૂપિયાની મિલકત ચોરી કરી હતી. સમા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૧૯૬૦૧૩૨૬૦૧૭૯/૨૦૨૬ અંતર્ગત ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫(એ), ૩૩૧(૪) હેઠળ ગુનો નોંધાયો હતો. મે.પોલીસ કમિશ્નર અને સંયુક્ત પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમે CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી અનુસાર ભાથુજીનગરમાં રવિ દાંતાણીના મકાનમાં તપાસ કરતા કરણભાઈ કૌશિકભાઈ સોલાંકી (રહે. સાંતોષીનગર, ખોડીયારનગર તળાવ પાસે, ન્યુ વી.આઈ.પી. રોડ) મળી આવ્યો.
તેની ઝડતી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી ૭,૫૦૦ રૂપિયાની નોટો અને મકાનમાંથી એક પ્લાસ્ટિકની થેલીમાંથી ચોરીના મુદ્દામાલ મળી આવ્યા. પુછપરછમાં કરણ સોલાંકીએ રવિ દાંતાણી સાથે મળીને ચોરી કર્યાની કબૂલાત આપી.
જપ્ત મુદ્દામાલ:
- ઇમિટેશન જ્વેલરી (મોતીહાર, નેકલેસ, માળા, મંગળસૂત્ર, બંગડીઓ વગેરે) – ૨૩,૯૫૦ રૂપિયા
- રોકડા – ૭,૫૦૦ રૂપિયા
- ઘરફોડમાં વપરાયેલ કહરો સ્લેન્ડર મોટરસાઈકલ – ૨૦,૦૦૦ રૂપિયા
કુલ: ૫૧,૪૫૦ રૂપિયા
નોંધનીય છે કે આરોપી કરણ સોલાંકી સામે ૨૦૨૫માં જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં પણ ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો છે.
ક્રાઈમ બ્રાન્ચના PI આર.એસ.ગોહિલ , PSI સી.ડી.યાદવ , PSI એ.જે.રાઠવા અને ટીમના પંકજભાઈ, શક્તિસિંહ, જશવંતભાઈ, જયકદમસિંહ, અબ્દુલભાઈ, જામસિંહ, મુન્નાભાઈ, દેવેન્દ્રભાઈ, ઇબ્રાહિમભાઈની સતત મહેનતથી આ ગુનો ડીટેક્ટ થયો છે. પકડાયેલ આરોપીને વધુ તપાસ માટે સમા પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો છે
Reporter: admin







