News Portal...

Breaking News :

કાનપુરમાં પાંચમા માળથી મોતની છલાંગ લગાવનાર યુવા એડવોકેટ પ્રિયાંશું શ્રીવાસ્તવે બે પાનાની સ્યૂસાઈડ નોટ લખી: પિતા પર અનેક પ્રકારના આક્ષેપ લગાવ્યા

2026-04-25 10:59:34
કાનપુરમાં પાંચમા માળથી મોતની છલાંગ લગાવનાર યુવા એડવોકેટ પ્રિયાંશું શ્રીવાસ્તવે બે પાનાની સ્યૂસાઈડ નોટ લખી: પિતા પર અનેક પ્રકારના આક્ષેપ લગાવ્યા


કાનપુર:  કચેરીમાં પાંચમા માળથી મોતની છલાંગ લગાવનાર યુવા એડવોકેટ પ્રિયાંશું શ્રીવાસ્તવે બે પાનાની સ્યૂસાઈડ નોટ લખી છે, જેમાં તેની ઈચ્છા હતી કે, જે પણ આ સ્યૂસાઈડ નોટ જુએ તેને અંત સુધી વાંચે. 


પિતા રાજેન્દ્રકુમારની વઢ, કકળાટ અને દીકરાને નિર્વસ્ત્ર કરીને ઘરમાંથી કાઝવાની ધમકી તેને જિંદગીભર તડપાવતી રહી. પિતાથી તે એટલી હદે કંટાળી ગયો હતો કે, લખવું પડ્યું કે, ભગવાન આવા પિતા કોઈને ન આપે. તેણે પોતાની અંતિમ ઈચ્છામાં લખ્યું કે, તેના પિતા તેના મૃતદેહને હાથ પણ ન લગાવે. પપ્પા જીતી ગયા, તેમને જીત મુબારક. 



24 વર્ષના યુવકે પિતાના ત્રાસથી જિંદગી ટૂંકાવી
અંદાજે 24 વર્ષની ઉંમરમાં પોતાનો જીવ આપી દેરના પ્રિયાંશુએ વર્ષ 2025 માં જ કાયદાનો અભ્યાસ પૂરો કર્યો હતો. બાળપણમાં છ વર્ષની ઉંમરમાં ચૂપચાપ ફ્રિજમાં મેંગો શેક પી લેતા પિતાએ તેને નિર્વસ્ત્ર કરીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો. આ કારણે તે શરમ અને અપમાન અનુભવતો હતો. તેમે આગળ લખ્યું કે, અભ્યાસ માટે દબામ, અધૂરી તૈયારી પર મારપીટ કરવી, એ બધુ તો ઠીક હતું, પરંતું દરેક પળ શંકાની નજરથી જોવું અને એક એક મિનિટનો હિસાબ લેવો, એ પણ માનસિક ટૉર્ચર જ હતું. પ્રિયાશુંના મોતની તપાસ અંગે ડીસીપી સત્યજીત ગુપ્તાએ કહ્યું કે, પ્રિયાંશુના મોતના મામલામાં બે પાનાના સ્યૂસાઈડ નોટ મળી છે. પહેલી નજરમાં સ્યૂસાઈટ નોટમાં પારિવારિક સમસ્યા હોવાનો ઉલ્લેખ મલ્યો છે. તેણે પોતાના પિતા પર અનેક પ્રકારના આક્ષેપ લગાવ્યા છે. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. આત્મહત્યાના કારણોની પોલીસ તપાસ કરી રહી છે. પિતાની પૂછપરછ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પિતાની પોતાના જ દીકરા પર ટોર્ચર એટલી હદે વધી ગયું હતું કે,તે હવે નફરતમાં પરિણમ્યું હતું. સ્યૂસાઈડ નોટ અનુસાર, પિતા ધોરણ-9 માં વિષયની પસંદગીને લઈને ઓછા આંકડા આવવા પર ઘરમાથી નિર્વસ્ત્ર કરીને કાઢી નાંખવાની ધમકી આપતા હતા. તેને ધમકીના ડરથી ના પસંદ હોય તેવા વિષયો લેવા પડ્યા. હાઈસ્કૂલમાં ઓછા માર્કસ આવવા પર તે ઘર છોડીને મથુરા જતો રહ્યો હતો. બાળપણમાં સિક્કા ચોરવાની ભૂલ પર પિતાએ તેને બધાની સામે શરમજનક સ્થિતિમાં બેઈજ્જતી કરી હતી.

Reporter: admin

Related Post