દુબઈ: રિયલ એસ્ટેટ બિઝનેસને ભારે આંચકો લાગ્યો છે. કોરોના પછી સતત વધી રહેલા ઘરોના ભાવમાં પ્રથમ વખત ઘટાડો નોંધાયો છે.
અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે રોકાણકારોનો વિશ્વાસ ડગમગાવી દીધો છે અને મકાનોની કિંમતમાં ભારે ઘટાડો થયો છે. ચાલો જાણીએ શું છે આ યુદ્ધની અસર અને કેવી રીતે લોકો મોંઘા ઘરો છોડવા મજબૂર થઈ રહ્યા છે.ફેબ્રુઆરી, 2026 ના અંતમાં યુદ્ધ શરૂ થયા બાદ દુબઈનું શેરબજાર હચમચી ગયું. જે ડેવલપર્સ એક વખત આકાશને આંબી રહ્યા હતા તેમના શેર ધરાશાયી થઈ ગયા. માત્ર એક અઠવાડિયામાં મોટા ડેવલપર્સના શેરમાં 13% થી 17% નો ભારે ઘટાડો આવ્યો.
સૌથી મોટા ડેવલપર 'એમાર' (Emaar) ના શેરની કિંમત અડધી થઈ ગઈ. રિયલ એસ્ટેટ સેક્ટરનો સૂચકાંક (Index) લગભગ 20% જેટલો નીચે આવ્યો, જે દર્શાવે છે કે રોકાણકારોમાં કેટલો ગભરાટ છે.વિદેશી રોકાણ અને ટેક્સ ફ્રી જીવનશૈલીથી ખીલેલું બજાર હવે સંકોચાઈ રહ્યું છે. મોટી બ્રોકરેજ ફર્મ 'બેટરહોમ્સ'ના CEO લુઇસ હાર્ડિંગના જણાવ્યા મુજબ, બજાર પહેલા જેવું ઝડપથી વધી રહ્યું નથી અને પ્રોપર્ટીની કિંમતો વધુ નરમ પડી શકે છે. અહેવાલો અનુસાર, લોકો તેમના મોંઘા ઘરો પાછળ મૂકીને દુબઈ છોડી રહ્યા છે. ખાસ કરીને ઓફ-પ્લાન માર્કેટ (હજુ બની રહેલા ઘરોના સોદા) માં સૌથી વધુ અસર જોવા મળી છે. એના વેચાણમાં 13% ઘટાડો આવ્યો છે.
Reporter: admin







