સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-2026 અન્વયે વડોદરા જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત, ચાર નગરપાલિકા તેમજ વડોદરા મહાનગરપાલિકાની આવતીકાલે તા.26ના રોજ યોજાનાર ચૂંટણી સંદર્ભે આજે વહીવટી અને ચૂંટણી તંત્ર દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈ.વી.એમ.) ફાળવણી અને રવાનગીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટેની તમામ આનુષંગિક પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મતદાનની સમગ્ર પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને પારદર્શક રીતે પાર પાડવા માટે વડોદરા જિલ્લામાં વિવિધ સ્તરે ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે.

જે અંતર્ગત વડોદરા શહેર વિસ્તારમાં કુલ 6 સ્થળોએ, નગરપાલિકા કક્ષાએ 4 સ્થળોએ તેમજ વડોદરા જિલ્લા અને તાલુકા કક્ષાએ કુલ 24 સ્થળોએ મળીને સમગ્ર જિલ્લામાં કુલ 34 સ્થળોએથી ઈ.વી.એમ. રિસીવિંગ અને ડિસ્પેચિંગની કામગીરી ખૂબ જ ચીવટપૂર્વક અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હતી.


Reporter: admin







