મુંબઈ : ચર્ની રોડ સ્થિત સેંટ ટેરેસા હાઈસ્કૂલને લઈને એક નવો વિવાદ ઊભો થયો છે. જ્યાં એક વાયરલ વિડીયોમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, વાળ કપાવ્યાં ન હોવાને લીધે વિદ્યાર્થીઓને પરીક્ષા આપતા રોકવામાં આવ્યા હતા.
ઘટના પરીક્ષા દરમ્યાન બની હોવાનું જણાવાય છે. જ્યાં શાળાના ગેટ પર જ વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી હતી અને નિયમ મુજબ વાળ ન હોય તો પ્રવેશ રોકી દેવામાં આવ્યો હતો.વિડીયો બનાવનાર એક વાલીએ દાવો કર્યો છે કે, અનેક વિદ્યાર્થીઓને 'વાળ કાપીને આવો' કહીને પાછાં મોકલવામાં આવ્યા હતા. જેને કારણે આ વિદ્યાર્થીઓ મહત્ત્વની પરીક્ષા ચૂકી ગયા હતા. વાલીનું કહેવું છે કે, શાળાએ શિક્ષણ કરતાં વાળ કાપવાના નિયમને વધારે મહત્ત્વ આપ્યું હતું.
આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં ભારે ચર્ચા અને ટીકાઓ શરુ થઈ છે. ઘણાં લોકોએ મત વ્યક્ત કર્યો છે કે, શિસ્તનો નિયમો જરુરી છે, પરંતુ પરીક્ષા ન આપવા દેવી એ અતિશય કડક અને અન્યાયકારી પગલું છે. જોકે આ બાબતે સંબંધિત શાળા તરફથી કોઈ સત્તાવાર માહિતી અપાઈ નથી. પરંતુ સત્તાધિશોએ હસ્તક્ષેપ કરી આ મામલે તપાસ કરવી, એવી માગ કેટલાંક વાલીઓએ કરી છે.
Reporter: admin







