વડોદરા શહેરના આજવા-વાઘોડિયા રોડ ત્રણ રસ્તા પાણીની ટાંકી પાસે નવનિર્માણ શ્રમિક સુવિધા કેન્દ્રનું કામ હાલ પ્રગતિમાં છે.
શ્રમિકોને આવશ્યક સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થાય તે હેતુથી આ કેન્દ્ર તૈયાર કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ સંગમ ચાર રસ્તા પાસે આવેલું સમાન સુવિધા કેન્દ્રનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને તે કાર્યરત પણ બન્યું છે. આ કેન્દ્રોમાં શ્રમિકોને આરામ, પીવાનું પાણી, દસ્તાવેજી સહાય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સ્થાનિકોમાં આ સુવિધા કેન્દ્રોને લઈને સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
Reporter: admin







