ખંડેરાવ માર્કેટમાં યોજાઈ મહાબેઠક, દરેક સંસ્થાને અપાયો ‘જનસમૂહ લાવો’ સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર એક્શનમાં; ધાર્મિક, સામાજિક, વેપારી અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આગમનને લઈ તંત્ર સક્રિય, વિવિધ સંસ્થાઓ સાથે યોજાઈ મહત્વપૂર્ણ બેઠક...
વડોદરા ખાતે આગામી ૧૧ મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારનાર હોઈ તેમના સ્વાગત, સન્માન અને અભિવાદન માટે શહેરમાં તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિવિધ સ્તરે બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ આયોજનના ભાગરૂપે શુક્રવારે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ સ્થિત કોન્ફરન્સ હોલ ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, IASના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરની વિવિધ ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક, સેવાભાવી, રમતગમત, શૈક્ષણિક અને ઔદ્યોગિક સંસ્થાઓ ઉપરાંત વિવિધ વેપારી મંડળોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન વડાપ્રધાનના રોડ શો અને જાહેર કાર્યક્રમમાં વધુમાં વધુ નાગરિકો ઉપસ્થિત રહે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. સાથે સાથે વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ પાસેથી આયોજનને વધુ સુચારૂ બનાવવા માટે જરૂરી સૂચનો પણ લેવામાં આવ્યા હતા.ઉપસ્થિત આગેવાનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં શહેરભરમાંથી મોટી સંખ્યામાં નાગરિકો અને કાર્યકરો જોડાશે તેવી ખાતરી આપવામાં આવી હતી.બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંઘ સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
Reporter: admin







