News Portal...

Breaking News :

સરદારધામ લોકાર્પણ પહેલાં વડોદરા હાઈ એલર્ટ પર: હર્ષ સંઘવી મેદાનમાં, મોદીના રૂટનું નિરીક્ષણ

2026-05-09 10:50:37
સરદારધામ લોકાર્પણ પહેલાં વડોદરા હાઈ એલર્ટ પર: હર્ષ સંઘવી મેદાનમાં, મોદીના રૂટનું નિરીક્ષણ


૧૧ મેના ભવ્ય કાર્યક્રમ પહેલાં તંત્ર દોડતું થયું; સુરક્ષા, ટ્રાફિક અને જનસુવિધાઓ પર સરકારની સીધી નજર



સરદારધામ કાર્યક્રમને લઈ રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર સજ્જ, હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી સ્થળ અને રૂટની વ્યવસ્થાઓ ચકાસી કડક સૂચનાઓ આપી।
વડોદરા ખાતે આગામી તા. ૧૧ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા સરદાર ધામના લોકાર્પણ કાર્યક્રમને સફળતાપૂર્વક આયોજનબદ્ધ બનાવવા રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર દ્વારા વ્યાપક પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. કાર્યક્રમને લઈ તમામ વ્યવસ્થાઓ સુચારૂ રહે તે માટે રાજ્ય સરકારના પ્રભારી તરીકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.આ બેઠક દરમિયાન કાર્યક્રમ સ્થળે કરવામાં આવતી સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા, પાર્કિંગ, ટ્રાફિક નિયંત્રણ, આગમન-પ્રસ્થાન માર્ગો, આરોગ્ય સેવાઓ તેમજ જનસુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. 


નાયબ મુખ્યમંત્રીએ વિવિધ વિભાગોના અધિકારીઓને સુમેળભર્યા સંકલન સાથે જવાબદારી નિભાવવાની સૂચનાઓ આપી હતી જેથી કાર્યક્રમ દરમિયાન નાગરિકોને સરળતા અને સુવિધા મળી રહે.ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીએ વડાપ્રધાનના નિર્ધારિત રૂટનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. રૂટ પર સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા તથા માર્ગોની સુવિધાઓનું અવલોકન કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે માટે તંત્રને સતર્કતા અને સમયબદ્ધ કામગીરી સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી.વડોદરા શહેરમાં યોજાનારો આ લોકાર્પણ કાર્યક્રમ રાજ્ય માટે ગૌરવપૂર્ણ પ્રસંગ બની રહે તે દિશામાં તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગો સંકલિત રીતે કાર્યરત બની કાર્યક્રમને સફળ બનાવવા પ્રતિબદ્ધ હોવાનું આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવ્યું હતું.

Reporter:

Related Post