દિલ્હી : સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે લાંબા સમય સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા પછી સ્ત્રી તેના પુરુષ પાર્ટનર પર બળાત્કારનો આરોપ લગાવી શકે નહીં.
તાજેતરમાં એક બળાત્કારના કેસમાં આ ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે આ વાત કહી હતી. કેસની જાણકારી મુજબ સ્ત્રી અને પુરુષ એક દાયકાથી વધુ સમયથી સાથે હતા, ત્યાર બાદ સ્ત્રીએ પુરુષ પર બાળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આરોપી પુરુષે કરેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. કોર્ટે આ કેસને સંબંધોમાં અણબનાવનો કેસ ગણાવ્યો હતો. ઉપરાંત, અરજદારને ફોજદારી કાર્યવાહીમાંથી રાહત આપવામાં આવી છે.
સ્પષ્ટ થવું મુશ્કેલ: એક અખબારી એહવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવી પરિસ્થિતિઓમાં એ સ્પષ્ટ થઇ શકે નહીં કે શારીરિક સંબંધ ફક્ત લગ્નના વચનના આધારે બાંધવામાં આવ્યો હતો. વ્યવસાયે લેક્ચરર મહિલાએ આરોપ લગાવ્યો હતો કે આરોપી બેંક અધિકારી તેને લગ્નનું વચન આપ્યું હતું, જેના કારણે તે આરોપી 16 વર્ષથી સંબંધમાં હતી.
Reporter: admin