શહેરના ઇલેક્શન વોર્ડ નં 8મા આવેલી ખોડિયાર સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી ડ્રેનેજ મિશ્રિત દૂષિત પાણીની સમસ્યાઓથી ત્રસ્ત લોકોએ ચૂટણીનો બહિષ્કાર કરી ધારાસભ્યો કોર્પોરેટરોને સોસાયટીમાં પ્રવેશવાની મવાઇ ફરમાવતા બેનરો પોસ્ટરો સાથે વિરોધ દર્શાવ્યો હતો

શહેરના ઇલેક્શન વોર્ડ નં 8મા આવેલી ખોડિયાર સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી ડ્રેનેજ મિશ્રિત દૂષિત પાણીની સમસ્યાઓ છે વેરો ભરતી જનતાને પીવાના શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણીની પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ નથી અને બીજી તરફ નગરસેવકો પ્રજાના વેરાના પૈસે સિક્કિમ પ્રવાશે ગયા છે બીજી તરફ સ્થાનિક પ્રજા પ્રાથમિક સુવિધા માટે વલખાં મારવા મજબૂર બની છે ત્યારે સમસ્યા થી ત્રસ્ત લોકોએ ચૂટણીનો બહિષ્કાર કરી ધારાસભ્યો કોર્પોરેટરોને સોસાયટીમાં પ્રવેશવાની મવાઇ ફરમાવતા બેનરો પોસ્ટરો સાથે વિરોધ દર્શાવ્યો હતો.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે બાળકો સહિત લોકો બિમારીનો ભોગ બની રહ્યા છે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી બીજી તરફ પૂર્વ નગરસેવક વિરેન રામીએ આક્ષેપો કર્યા હતા કે બાવીસ લાખના ખર્ચે નગરસેવકો સિક્કિમ ફરવા ગયા છે તેના કરતાં આ રકમ લોકોની સમસ્યા દૂર કરવા ખર્ચી હોત તો લેખે લાગત તેમ જણાવ્યું હતું.



Reporter: admin