બાસુંદી બનાવવા માટેની સામગ્રીમાં 1 લીટર દૂધ, 1 વાડકી ખાંડ, બદામ અને પિસ્તાની કાતરણ, 2 ચમચી મિલ્ક પાવડર, 1 ચમચી જાયફળ પાવડર, 1 ચમચી ઈલાયચી પાવડર, કેસરના તાંતના જરૂરી છે.
હવે તેમાં ખાંડ ઉમેરી હલાવતા રેહવું. વધારાનું દૂધમાં કેસરના તાંતના ઉમેરી મિક્સ કરી દેવું.એક જાડા તડીયા વાળા વાસણમાં દૂધ ગરમ કરવા મૂકવું, તેમાં એક વાડકી દૂધ અલગથી કાઢી લેવું. દૂધ ઉકળીને અડધું થઇ જાય ત્યાં સુધી ઉકળવા દેવું.
હવે દૂધમાં મિલ્ક પાવડર ઉમેરી મિક્સ કરવું. હવે દૂધને ગેસ પરથી ઉતારી બદામ અને પિસ્તાની કતરણ ઉમેરી બધું મિક્સ કરવું. હવે કેસર વાળું દૂધ ઉમેરી બધું મિક્સ કરી દૂધને ઠંડુ કરવા ફ્રિજમાં મૂકી ઠંડુ થવા દેવું ત્યારબાદ તેને પીરસી દેવું.
Reporter: admin