News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : એલર્જી થી થતી સંભવિત શરદીના ઈલાજ

2025-03-07 13:07:10
આયુર્વેદિક ઉપચાર : એલર્જી થી થતી સંભવિત શરદીના ઈલાજ


સ્વબચાવ – એલર્જીક રિએકશન માટે જવાબદાર ધૂળ, ધૂમાડો, ઠંડી હવા જેવાં કારણોથી બચવા માટે પ્રયત્ન કરવો.




વ્યાધિક્ષમત્વ – ઓજ જાળવવા માટે જરૂરી સૂચનો.
ભૂખ, ઉંઘ, થાક, તરસ, મળ-મૂત્ર પ્રવૃત્તિ માટેના સંવેદનો જેવા શરીર દ્વારા સૂચવાતા કુદરતી સંકેતોને અવગણવા નહીં.
કફ તત્વ વધુ મજબૂત બને તે બાબતને અનુલક્ષીને પૌષ્ટિક, તાજું, ગરમ ભોજન, તરલ પદાર્થો, ગાયનું ઘી, સૂંઠ-અજમો-હીંગ-મરી-મેથી-લસણ-આદું, જેવા પાચનક્રિયામાં મદદ કરે તેવા પદાર્થોથી બનેલું ખાવું. ભોજન નિયમિત સમયે, નિયમિત અંતરે ખાવું જોઈએ. દહીં, મલાઈ, ઠંડા પીણા, ફ્રોઝન ફૂડ્સ ન ખાવા.
કફતત્વની કાર્યક્ષમતા યોગ્ય રીતે જળવાય રહે તે માટે સૂંઠ, આદું, અરડૂસી, હળદર, તુલસી જેવા કુદરતી દ્રવ્યો નિયમિત ધોરણે ઘરગથ્થુ ઉપચાર માટે અપનાવવા.
કફતત્વની કાર્યક્ષમતા યોગ્ય રીતે જળવાય રહે તે માટે સૂંઠ, આદું, અરડૂસી, હળદર, તુલસી જેવા કુદરતી દ્રવ્યો નિયમિત ધોરણે ઘરગથ્થુ ઉપચાર માટે અપનાવવા.
આદુંનો રસ, તુલસીનો રસ ૧-૧ ચમચી ભેળવી, તેમાં ૧ ચમચી હળદરનું ચૂર્ણ ઉમેરી સવારના નાસ્તા સમયે લઇ શકાય.
૧ ચમચી આંબળાનું ચૂર્ણ નવશેકા પાણી અથવા મધ સાથે નિયમિત લેવું.
ત્રિકટુ ચૂર્ણ અને યષ્ટી મધુ ચૂર્ણ સરખાભાગે ભેળવી જમ્યા પછી મધમાં ચાટવાથી ફાયદો થાય છે.
ગાયના ઘી અથવા ષડબિંદુ તેલનું નિયમિત નસ્ય કરવાથી વધુ પડતી છીંકો આવવામાં આરામ મળે છે

Reporter: admin

Related Post