વડોદરા શહેર પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ હતી.

શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર તથા વડોદરા સેન્ટ્રલ જેલના પોલીસ અધિક્ષક ઉષા રાડા અને શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઉપરાંત વિવિધ સંસ્થાઓની મહિલાઓ તથા શી ટીમની મહિલાઓની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ હતી જેમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે તે હેતુથી પાણીગેટ પોલીસ સ્ટેશનમાં મહિલા કર્મચારીઓ માટે અલગ રુમની એટેચ ટોયલેટ સાથે વ્યવસ્થા કરાઇ અને નાના બાળકો માટે અલગથી ઘોડિયા ઘર અને રમત ગમતના સાધનો સાથેનું રુમનું વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું.

ઉપરાંત શહેર પોલીસ તથા એમ.જી મોટર્સ સાથે મળીને શી ટીમ, મહિલા ટીઆરબી, મહિલા હોમગાર્ડ મહિલા સ્ટુડન્ટ પોલીસ કેડેટ, ડો. માનસી ભાવસાર, નિશીતા રાજપૂત અને રાધા ટંડન સહિત અલગ અલગ એનજીઓ દ્વારા પ્રશંસનિય કામગિરી કરનાર મહિલાઓને પણ પોલીસ કમિશનર દ્વારા સન્માનિત કરાયા હતા. આ સાથે શહેર વિસ્તારમાં શી ટીમ તથા એનજીઓ અને પોલીસ મહિલા સ્ટાફ સાથે મહિલા સશક્તિકરણનો સંદેશ આપવા માટે યોજાયેલી રેલીને પણ ફ્લેગ ઓફ કરાઇ હતી. પોલીસ કમિશનરે આ તબક્કે આજનો કાર્યક્રમ એક દિવસ માટે સીમીત ના રહે અને નિરંતર નારીની સુરક્ષા માટે પોલીસ પ્રયત્નશીલ રહેશે તેમ જણાવી નારીનું સન્માન જળવાઇ રહે, પોલીસ મહિલાઓની સુરક્ષા અને સન્માન માટે હંમેશા તત્પર છે તેમ જણાવ્યું હતું.







Reporter: admin