News Portal...

Breaking News :

જેસીબીના વજનદાર બકેટની ચોરી કરતા પોલીસે ત્રણેયને ઝડપી પાડ્યા

2025-03-08 18:13:37
જેસીબીના વજનદાર બકેટની ચોરી કરતા પોલીસે ત્રણેયને ઝડપી પાડ્યા


વડોદરા : જુના પાદરા રોડ વિસ્તારમાં બાઈક સવાર ત્રિપુટીએ જેસીબીના વજનદાર બકેટની ચોરી કરતા પોલીસે ત્રણેયને ઝડપી પાડ્યા છે.


જે.પી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.5મી એ પાર્ક કરેલા જેસીબીના બકેટની ચોરી કરવામાં આવી હોવાનો બનાવ બન્યો હતો. જે બનાવ અંગે જે.પી રોડના પીઆઇએ એક ટીમ બનાવી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. આ ફૂટેજમાં બાઈક ઉપર બે ચોર અંદાજે 100 કિલો વજનનું બકેટ વચ્ચે મૂકીને લઈ જતા નજરે પડ્યા હતા. જેથી પોલીસે બંનેની ઓળખ કરી ઝડપી પાડ્યા હતા. 


તપાસ દરમિયાન આ બકેટ તેમણે ભંગારના ભાવે વેચી દીધું હોવાથી વિગતો ખુલતા પોલીસે તેને રાખનારની પણ ધરપકડ કરી હતી. પોલીસે પકડેલાઓમાં મોહમ્મદમજીદ સાજીદભાઈ બંજારા (મુજમ્મિલ પાર્ક તાંદલજા), ઇન્સાદ લીલ્લાહી બંજારા (પત્રકાર કોલોની, તાંદલજા) અને અબ્દુલ અયુબભાઈ મલેક(ચિસ્તિયા નગર, તાંદલજા) ની ધરપકડ કરી હતી.

Reporter: admin

Related Post