અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા સુભાનપુરા બીએમસી ચેમ્બર ધ ગ્રાન્ડ ગાયત્રી હોલ ની સામે ના ગ્રાઉન્ડમા શ્રીમદ્ પ્રજ્ઞા પુરાણ કથા નુ ભવ્યાતિભવ્ય આયોજન આદરણીય પ્રજ્ઞા પુત્રી મિનાક્ષીબેન કાંબરીયા ની ઓજસ્વી તેજસ્વી વાણી થી સંગીતના સુરસાથે સંપન્ન થઇ રહ્યો છે

આજે વિશેષ સહયોગ અન્તર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી જેમાં ગાયત્રી પરિવારના પ્રજ્ઞા પુરાણ કથાના માધ્યમથી પ્રજ્ઞા પુત્રી મિનાક્ષીબેન કાબરીયા એ બેહનોની શક્તિ શુ છે નારી તુ નારાયણીની વ્યાખ્યા વિસ્તૃત સમજણ આપી હતી વરિષ્ઠ વડીલ માર્ગદર્શક આદરણીય હસુબેન પાઠક પ્રજ્ઞા પુત્રી તારાબહેન પંડ્યા પ્રજ્ઞા પુત્રી જ્યોત્સનાબેન પંચાલ સૌના મધુર વાણી દ્વારા ગાયત્રી મહામંત્ર અને યજ્ઞનુ વિશેષ મહત્વ, જ્યોતિ કલશ ના દર્શન તેની મહત્તા ની વાત ઘરે ઘરે જન જન સુધી પહોંચાડી

આગળી ચિંધ્યાનુ પુણ્ય ફળ પ્રાપ્ત કરવાની સાથે વંદનીય સ્નેહસલીલા વંદનીય માતાજી ભગવતી દેવી શર્મા સાક્ષાત જગદંબા દુર્ગા સ્વરુપના દર્શન કરાવ્યા હતા ગાયત્રી પરિવાર વડોદરાની પ્રત્યેક શાખા માથી અને સુભાનપુરા ની ૮૦૦ થી વધુ બેહેનો ૨૦૦ જેટલા ભાઈ ઓ એ ભાગલઈ આ મહિલા દીન ની ઉજવણી ને ચાર ચાંદ લગાવી દીધા હતા આ પ્રજ્ઞા પુરાણ કથાની પુર્ણાહુતી તારીખ ૧૧ માર્ચ - ગાયત્રી મહાયજ્ઞ દ્વારા કરવામાં આવશે
Reporter: admin