News Portal...

Breaking News :

ગુજરાત વિધાનસભામાં મહિલાઓને અગ્રતા આપી પ્રવચન અને સંચાલન સોંપવામાં આવ્યું

2025-03-07 12:54:45
ગુજરાત વિધાનસભામાં મહિલાઓને અગ્રતા આપી પ્રવચન અને સંચાલન સોંપવામાં આવ્યું


ગાંધીનગર : આજે 8મી માર્ચે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે આજે ગુજરાત વિધાનસભામાં મહિલાઓને અગ્રતા આપી પ્રવચન અને સંચાલન સોંપવામાં આવ્યું હતું. 



ગુજરાત વિધાનસભામાં સ્પીકર પેનલ સિવાય આજે મહિલા ધારાસભ્ય નિમિષાબેન સુથારે પ્રશ્નોતરી કાળ બાદનું ગૃહનું સંચાલન કર્યું હતું અને તે સમયે મહિલા ધારાભ્યો દ્વારા ગૃહમાં સંબોધન કરવામાં આવ્યું હતું. મહિલા ધારાસભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો, જેમાં ધારાસભ્ય મનીષા વકીલ, માલતી મહેશ્વરી, રીટાબેન પટેલ જેવા ધારાસભ્યોએ પ્રવચન કર્યું હતું.


આ ઉપરાંત આવતીકાલે નવસારીના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે વડાપ્રધાન મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં લખપતિ દીદી સન્માન કાર્યક્રમ યોજાવાનો છે. જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાત પોલીસના મહિલા અધિકારી કર્મીઓને સોંપવામાં આવ્યું છે.

Reporter: admin

Related Post