કારણકે સ્ત્રી પોતાના પૂર્ણ જીવનમાં મુખ્ય ભૂમિકાઓ બહેન, માતા, પત્ની તરીકેની ખૂબ મોટી ફરજો બજાવતી હોય છે. અને હા તેવા સંજોગો આવા પર પુત્ર તથા પિતા ની પણ ફરજ બજાવે છે.

સ્ત્રી ધારે તો તે કઈ પણ કરીશકે છે. તો આજ ના Women's day પર આવી રીતે જ અલગ અલગ ભૂમિકા બજાવતી એક સ્ત્રીની વાત કરીશું જેનું નામ છે "વૃષિકા પટની" વડોદરાના સિટી વિસ્તાર માં રહેતી આ છોકરી એ અત્યાર સુધી ઘણી એવી કાર્ય સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વૃષિકા સોશિયલ વર્ક માં આગળ પડતો ભાગ લઈને ઘણા NGO સાથે મળી ને તેને ઘણા વિકલાંગ બાળકો ની મદદ કરી છે, ફૂડ ડિસ્ટ્રીબ્યુશન ડ્રાઈવ, એડયુકેશન આવેનેસ્સ, વડોદરા બ્યુટીફીકેશનના પ્રોજેક્ટ કરીયે છે

અલગ અલગ ઇન્ડુસટ્રી સાથે મળીને તે ઉપરાંદ ઘણી બિઝનેસ અવર્નેસ ઇવેન્ટ કરી છે. તે ઉપરાંત કોરોના કાળ દરમિયાન અલ્હાદપુરા ગામે ગુજરાતનું પ્રથમ ગામને 100% વેક્સિનેશન કરવામાં તેની અગ્ર ભૂમિકા રહી છે.આ Women's day પર આતો ફક્ત એક સ્ત્રીની વાત છે આવી અનેકો સ્ત્રી છે વિશ્વમાં જે અલગ અલગ ભૂમિકા અને જવાબદારીઓ બજાવતી હોય છે. તો શું તમે માનો છો કે સ્ત્રીની છબીને સંબોધવા ફક્ત એક દિવસ હોવો જોઈએ ?
Reporter: admin