વડોદરા :વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન વડોદરા મંડલ મહિલા વિંગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ઉજવણી દરમિયાન મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન ઓફિસ ખાતે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇજ યુનિયન ની મહિલા વિંગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇજ યુનિયનની મહિલાનું બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા રેલવે ડિવિઝનના સિનિયર ડીસીએમ મંજુ મીના ACMS દિપાલી તિવારી ,વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇજ યુનિયન વડોદરા મહિલા વિંગના પ્રમુખ જયશ્રીબેન રાવ, વંદનાબેન અરોરા,વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇજ યુનિયન વડોદરા મહામંત્રી સંતોષ પવાર, મંડળ મંત્રી સંજય પવાર સહિત વડોદરા વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇજ યુનિયન મહિલા વિંગની બહેનો તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં મહિલાઓને એમની જે સમસ્યાઓ છે એને સાંભળવામાં આવી હતી. મહિલાઓને કઈ પ્રકારની સહાયતા મળી રહે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.






Reporter: