મુંબઈ: આરએસએસના નેતા ભૈયાજી જોશી દ્વારા મરાઠી ભાષા પર આપેલા નિવેદનને લઈને મહારાષ્ટ્રમાં રાજકીય હોબાળો શરૂ થઈ ગયો છે.
દરમિયાન ભૈયાજી જોશીએ ગુરવારે એવી સ્પષ્ટતા કરી હતી કે, ગઈકાલે (બુધવારે) ઘાટકોપર મુંબઈમાં આપેલા તેમના નિવેદન અંગે ગેરસમજ ફેલાવવામાં આવી હતી. મરાઠી મહારાષ્ટ્રની ભાષા નથી તેવો પ્રશ્ર્ન જ ઊભો થતો નથી. મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું. દરેક રાજ્યની પોતાની ઓળખ હોય છે. ભૈયાજી જોશીએ કહ્યું હતું કે, ‘ભારત વિવિધ ભાષાઓમાં વહેંચાયેલું છે, પરંતુ મહારાષ્ટ્રમાં આવતા લોકો પાસેથી મરાઠી શીખવાની અપેક્ષા રાખવામાં આવે છે. હું પોતે મરાઠી ભાષી છું. મરાઠી મારી પણ માતૃભાષા છે. હું મરાઠી ભાષાનો આદર કરું છું. મરાઠી ભાષા ગર્વ અને સન્માનની ભાષા છે. મારા નિવેદન પર અત્યારે જે રાજકારણ ચાલી રહ્યું છે તે અંગે હું કશું કહેવા માગતો નથી. તે મારો વિષય નથી.’બુધવારે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન ભૈયાજી જોશીએ કહ્યું હતું કે, ‘દરેક વ્યક્તિએ મરાઠી શીખવું જરૂરી નથી.’ આ નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકીય હોબાળો શરૂ થઈ ગયો છે.
ભૈૈયાજી જોશીએ એમ કહ્યું હતું કે મુંબઈમાં દરેક ભાષાના લોકોની વસ્તી છે અને અનેક ભાષા બોલનારા લોકો મુંબઈમાં સંપથી રહે છે. મુંબઈની કોઈ એક ભાષા નથી. દરેક વિસ્તારની અલગ ભાષા છે. ઘાટકોપરની ભાષા ગુજરાતી છેઆ નિવેદનનો મામલો મહારાષ્ટ્ર વિધાનસભા સુધી પહોંચ્યો હતો. આરએસએસ નેતાના નિવેદન પર, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગૃહમાં કહ્યું હતું કે, મુંબઈ અને સમગ્ર રાજ્યની ભાષા મરાઠી છે.મરાઠી રાજ્યની સંસ્કૃતિ અને ઓળખનો એક ભાગ છે અને મરાઠી શીખવું એ બધા નાગરિકોની ફરજ છે.’ મુખ્ય પ્રધાનના આ નિવેદન પછી વિધાનસભામાં શિવસેના (યુબીટી) અને ભાજપના વિધાનસભ્યો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ કે ગૃહની કાર્યવાહી પાંચ મિનિટ માટે સ્થગિત કરવી પડી હતી.આ દરમિયાન શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરેએ મોરચો ખોલ્યો અને કહ્યું કે ભૈયાજી જોશી સામે રાજદ્રોહનો કેસ નોંધવો જોઈએ. મહાવિકાસ આઘાડી (એમવીએ)ના નેતાઓ હુતાત્મા ચોક પહોંચ્યા હતા અને ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Reporter: admin