News Portal...

Breaking News :

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા

2025-03-07 12:20:32
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા


અમદાવાદ : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજ 7 માર્ચ, 2025થી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. 7 અને 8 માર્ચના રોજ અમદાવાદમાં રહેશે. 


લોકસભામાં પોતાની ચર્ચા દરમિયાન આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા કોંગ્રેસની સરકાર બનશે તેવો દ્રઢ નિશ્ચય રજૂ કર્યો હતો.ગુજરાતના સુરત ખાતે આજે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવાના છે, તો બીજી તરફ રાહુલ ગાંધી પણ આજથી (સાતમી માર્ચ) બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સ્વાગત માટે પોસ્ટર સાથે આવેલા ધારાસભ્ય શૈલેષ પરમારના સમર્થકો એરપોર્ટ પર પહોંચ્યા હતા. 


હાલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટથી કોંગ્રેસ ભવન જવા રવાના થયા છે. રાહુલ ગાંધી આ દરમિયાન અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે 10થી સાંજે 7 વાગ્યા દરમિયાન કુલ 4 અલગ-અલગ બેઠકમાં ભાગ લેશે. જેમાં કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે. જ્યારે 8 માર્ચ, 2025ના રોજ સવારે 10 વાગ્યે રાહુલ ગાંધી રાજપથ ક્લબ પાસેના ઝેડએ હોલ ખાતે કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં પ્રદેશ, જિલ્લા, શહેર અને સેલના તમામ હોદ્દેદારો હાજરી આપશે.

Reporter: admin

Related Post