વડોદરા શહેર નજીક આવેલા મંજુસર ગામના કલ્યાણ કોમ્પલેક્ષમાં બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડીને 44.94 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો અને બે શખ્સની ધરપકડ કરી હતી પોલીસે દારૂ મોકલનાર બે શખ્સ સહિત દારૂ મંગાવનાર ની શોધ શરૂ કરી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીના આધારે મંજુસર ગામમાં આવેલા કલ્યાણ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં દરોડો પાડતા ટ્રકમાંથી દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાં તપાસ કરતા 4494936 રૂપિયાનો દારૂનો વિશાળજથ્થો મળી આવ્યો હતો .પોલીસે દારૂ અને ટ્રક સાથે 6518676 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી સુખલાલ ડાંગી તથા દોલતરામ ડાંગીને ઝડપી પાડ્યા હતા
ત્યારે દારૂ મોકલનાર ગોવાના શૈલેષ સિંગ અને તેના સાથીદાર તથા ટ્રકના માલિક તખતસિંહ અને મંજુસર ગામમાં દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર ને વોન્ટેડ જાહેર કરી ઊંડી તપાસ શરૂ કરી હતી.આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો તેની તપાસ હાલ ચાલી રહી છે .44 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મોનિટરિંગ સેલ દ્વારા આ મામલે મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે
Reporter: admin