વડોદરા: શહેરના વારસિયા રીંગ રોડ સંજય નગર સ્થિત પીપીપી મોડલ હેઠળની આવાસ યોજના હેઠળ ગરીબ લાભાર્થીઓને 18 મહિનામાં ઘરો હસ્તાંતર કરવાની ટેન્ડરની જોગવાઈ હતી. આજ સુધી ઘરો બનાવવામાં આવ્યા નથી અને ભાડાની ચુકવણી પણ કરવામાં આવી નથી.

આ મુદ્દે વિરોધ નોંધાવતા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સોંપ્યું. કોંગ્રેસ નેતાઓએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરી છે."લાભાર્થીઓ સાથે ન્યાય થવો જોઈએ. ઘણા વર્ષો સુધી ન ઘરો મળ્યાં, ન ભાડું. આ સ્પષ્ટ છે કે તેઓ સાથે અન્યાય થયો છે..

ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુંભાઈ, નેતા વિપક્ષ, વડોદરા મ્યુનિસિપલ સેન્ટર:"અધિકારીઓએ વહેલી તકે જવાબદારાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. નહીં તો અમે આંદોલન તીવ્ર બનાવશું."આ મુદ્દે મ્યુનિસિપલ તંત્ર શું પગલાં લે છે તે જોવાનું રહેશે




Reporter: