રાજકોટ : મહાનગરપાલિકાના વોર્ડ નં. 17ના ભાજપના કોર્પોરેટર અનિતાબેન ગૌતમગીરી ગોસ્વામીને બે દિવસ પહેલાં અકસ્માતે પગમાં ગોળી વાગી જતાં ઈજા થઈ હતી. જેથી હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ભક્તિનગર પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
પરિવારના સભ્યોએ જણાવ્યું કે બે દિવસ પહેલાં સોમવારે લગ્ન પ્રસંગે જવાનું હતું. જેથી અનિતાબેન તિજોરીમાંથી ઘરેણાં કાઢી રહ્યા હતા. જયાં તેના પતિના લાયસન્સવાળી રિવોલ્વર પણ પડી હતી. જે નીચે પડતાં ફાયરિંગ થયું હતું. જેની ગોળી અનિતાબેનના પગમાં વાગી જતાં નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી હાલ બીજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
Reporter: admin