News Portal...

Breaking News :

ભાજપનું બસપાના ટેકાથી માંગરોળ નગરપાલિકામાં 25 વર્ષ બાદ શાસન

2025-03-06 12:10:34
ભાજપનું બસપાના ટેકાથી માંગરોળ નગરપાલિકામાં 25 વર્ષ બાદ શાસન


માંગરોળ: ભાજપે બસપાના ટેકાથી કોંગ્રેસનો ગઢ રહેલી માંગરોળ નગરપાલિકામાં 25 વર્ષ બાદ શાસન મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. પ્રમુખ તરીકે ભાજપના સભ્ય ક્રિષ્નાબેન થાપણીયા અને ઉપપ્રમુખ તરીકે બસપાના અબ્દુલામીયા સૈયદની નિમણૂક કરવામાં આવી છે.



માંગરોળ નગરપાલિકામાં કુલ 36 બેઠકમાંથી ભાજપ-કોંગ્રેસને 15-15, 4 બસપા, 1 અપક્ષ અને 1 આપને મળી હતી. કોઈને બહુમતી પ્રાપ્ત થઈ ન હતી. આજે સાધારણ સભામાં ભાજપે બસપાના ટેકાથી કોંગ્રેસનો ગઢ રહેલી માંગરોળ નગરપાલિકામાં 25 વર્ષ બાદ શાસન મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. પ્રમુખ તરીકે ભાજપના સભ્ય ક્રિષ્નાબેન થાપણીયા અને ઉપપ્રમુખ તરીકે બસપાના અબ્દુલામીયા સૈયદની નિમણૂક કરવામાં આવી છે.



દરમિયાન, સાંસદનાં વતન ચોરવાડની નગરપાલિકામાં પ્રમુખપદે બેનાબેન હીરાભાઈ ચુડાસમા અને ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ શાહની વરણી કરવામાં આવી હતી. તેમણે વિકાસ કામ અને પાણીની સમસ્યાને હલ કરવા પર ધ્યાન આપવા વચન આપ્યું હતું. વંથલી નગરપાલિકામાં પ્રમુખ તરીકે રાકેશભાઈ ત્રાંબડીયા અને ઉપપ્રમુખ તરીકે હુસેનાબેન સોઢાની વરણી થઈ હતી. જ્યારે માણાવદર નગરપાલિકામાં પ્રમુખ પદે જીતુભાઈ પનારા અને ઉપપ્રમુખ તરીકે ભારતીબા ચુડાસમા, બાંટવા નગરપાલિકાના પ્રમુખ તરીકે સુનિલભાઈ જેઠવાણી અને ઉપપ્રમુખ તરીકે રામ ગરચર તેમજ વિસાવદર નગરપાલિકાના પ્રમુખ તરીકે દયાબેન સોલંકી અને ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ માંગરોળીયાની વરણી થઈ હતી.

Reporter: admin

Related Post