મુંબઈ: ભારતીય અર્થતંત્રને વેગ આપવા અને બેંકિંગ સિસ્ટમમાં લિકિવડિટી વધારવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (RBI)મોટી જાહેરાત કરી છે. જેમાં રિઝર્વ બેંક આ મહિનામાં ખુલ્લા બજારમાં સરકારી ઇક્વિટી ખરીદશે અને લગભગ રૂપિયા 1.9 લાખ કરોડના યુએસ ડોલર/રૂપિયા સ્વેપ કરશે.
આ પૂર્વે પણ 28 ફેબ્રુઆરીના રોજ રિઝર્વ બેંકે સિસ્ટમમાં લાંબા ગાળાની લિકિવડિટી વધારવા માટે 10 બિલિયન ડોલર ના મૂલ્યના યુએસ ડોલર/રૂપિયા સ્વેપ કર્યા હતા. જેના કારણે બજારમાં મજબૂત માંગ જોવા મળી હતી. હવે આરબીઆઇ એ ફરી એકવાર ખુલ્લા બજાર દ્વારા લિકિવડિટી વધારવાની જાહેરાત કરી છે.જેનાથી માંગમાં વધુ વધારો થઈ શકે છે.
આરબીઆઇએ બુધવારે જણાવ્યું હતું કે તે 12 માર્ચ અને 18 માર્ચના રોજ 50,000 કરોડ રૂપિયાના બે તબક્કામાં ભારત સરકારના ઇક્વિટીઝની કુલ 1,00,000 કરોડ રૂપિયાની OMO (ઓપન માર્કેટ ઓપરેશન) ખરીદી હરાજી કરશે. આ હરાજી બે ભાગમાં યોજાશે જેમાં પ્રત્યેક ભાગમાં 50,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આરબીઆઇ 24 માર્ચ, 2025 ના રોજ 36 મહિનાના સમયગાળા માટે 10 અબજ રૂપિયાની ડોલર /રૂપિયા ખરીદી/વેચાણ સ્વેપ હરાજી યોજશે.
Reporter: admin