વડોદરા : ભૂતપૂર્વ મહામંત્રી વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ તથા ઉપપ્રમુખ એન એફ આઇ આર સ્વ.જે.જી.મહાહુરકરના સ્મરણાર્થે આજથી ટી -20 ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે.

સન 1988થી દર વર્ષે વેસ્ટર્ન રેલવે દ્વારા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવે છે, ત્યારે વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘના ભૂતપૂર્વ મહામંત્રી તથા એન એફ આઇ આરના ઉપપ્રમુખ તરીકે રહેલા સ્વ.જે.જી. માહુરકરના સ્મરણાર્થે આજથી એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધી ટી -20 ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે જેનો શુભારંભ ડિવિઝનલ રેલવે મેનેજર વડોદરાના જીતેન્દ્ર સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘના પ્રમુખ શરીફખાન પઠાણ, મંડળના મંત્રી તપન ચૌધરી, મંડળના અધ્યક્ષ કે.એન.ઝાલા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Reporter: