વડોદરા ભાજપના પ્રમુખપદના દાવેદારો અને કાર્યકરો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે વડોદરા શહેર ભાજપ પ્રમુખની જાહેરાત નમો કમલમ કારેલીબાગ ખાતે કરવામાં આવી હતી.

જેમાં ભુપેન્દ્ર ચુડાસમા એ ડો જય પ્રકાશ સોનીના નામની જાહેરાત કરી હતી. પ્રમુખપદ માટે દાવેદારી કરનારા નેતાઓની ઉંઘ ઉડી ગઇ હતી. શહેર ભાજપના તમામ હોદ્દેદારો અને લાગતા વળતા કાર્યકરોને નવાનિર્માણ પામેલા નમો કમલમ કાર્યાલય ખાતે હાજર રહ્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રમુખપદ માટે 44 ઉમેદવારોએ હાઇકમાન્ડ સુધી ભારે લોબિંગ કર્યું હતું અને દરેક જૂથોએ ભાજપના પ્રદેશ કક્ષાના નેતાઓ સુધી પોતાની દાવેદારી ખાનગીમાં પણ રજૂ કરી હતી. જોકે 44 પૈકી એક પણ ઉમેદવાર આવ્યો નં હતો.
Reporter: