વડોદરા: સાવલી તાલુકાના એક ગામમાં પરિણીતાના ઘરમાં ઘૂસી એક શખ્સે છેડતી કરતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે પરિણીતા પોતાના ઘરમાં હાજર હતી ત્યારે લામડાપુરા ગામમાં રહેતો રવિન્દ્ર પુનમભાઇ વસાવા ટામેટા આપવા માટે ઘેર આવ્યો હતો. પરિણીતા ટામેટા ભરેલી થેલી ખાલી કરવા ગઈ ત્યારે રવિન્દ્ર પાછળથી અચાનક આવ્યો હતો અને પરિણીતાને પાછળથી પકડી પોતાના બાહુપાશમાં લઈ લીધી હતી.ઘટનાથી ડઘાઇ જઇ પરિણીતાએ પ્રતિકાર કરતા બુમાબુમ કરી હતી. જેથી રવિન્દ્ર ત્યાંથી નાસી છુટ્યો હતો. આ બનાવની જાણ પરિણીતાએ તેના પતિને કર્યા બાદ મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
Reporter: admin