સુરત કડોદરા હલધરુ ગામમાં ખાતે આવેલ શિવસાગર સ્કૂલ દ્વારા "આરોહણ" શીર્ષક હેઠળ વાર્ષિક મહોત્સવનું આયોજન રવિવારે કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક મહોત્સવમાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ ટ્રેડિશનલ રામ ભક્ત ..ધીંગા મસ્તી તેમજ દેશભક્તિ ગીતો સહિત અન્ય થીમો પર પર ડાન્સ કર્યો હતો.

શિવસાગર સ્કૂલ છેલ્લા ઘણા વર્ષોથી હર વર્ષ આ રીતનું ભવ્ય આયોજન કરતું આવે છે 450 થી પણ વધારે વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલી કળાને લોકો સમક્ષ રજૂ કરી હતી આ આયોજન કરવાનું મુખ્ય એક જ કારણ કે વિદ્યાર્થીઓમાં રહેલી કળા ને લોકો સમક્ષ પ્રસ્તુત કરે એ હેતુસર આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે 1008 મહામંડલેશ્વર મહંત સીતારામ દાસ બાપુ.અનિલભાઈ બિસ્કિટ વાલા તેમજ સ્માર્ટ પાટીલ હાજર રહ્યા હતા.

તેમજ શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો વાર્ષિક મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ ભવ્ય આયોજનમાં આ વાર્ષિક મહોત્સવનું આયોજન શાળાના ચેરમેન આલોકકુમાર એસ. પટેલ તથા સેક્રેટરી સાગર એ. પટેલ સહિતની ટીમ દ્વારા કરવામાં આવ્યું.





Reporter: