News Portal...

Breaking News :

કન્નડ અને તમિલ ફિલ્મોની સુપ્રસિદ્ધ હીરોઇન રાન્યા રાવ સોનાની દાણચારી કરતાં પકડાઈ

2025-03-06 10:19:27
કન્નડ અને તમિલ ફિલ્મોની સુપ્રસિદ્ધ હીરોઇન રાન્યા રાવ સોનાની દાણચારી કરતાં પકડાઈ


બેંગ્લુરુ : કન્નડ અને તમિલ ફિલ્મોની સુપ્રસિદ્ધ હીરોઇન રાન્યા રાવ સોનાની દાણચારી કરતાં પકડાઈ છે. તેની ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ ધરપકડ કરી. 


રાન્યાએ શરીર, જાંઘ અને કમર પર ટેપ લગાવી પોતાના કપડા અને જેકેટની અંદર સોનું છુપાવી દાણચોરી કરી હતી. એક ટ્રિપમાંથી તે ૧૩ લાખ કમાતી હતી. તેણે ગયા વર્ષે ૩૦ વખત દુબઈની ટ્રિપ મારતા તે ડીઆરઆઇની નજરમાં આવી હતી.દુબઇથી અમીરાતની ફલાઇટમાં આવેલી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ-ડીજીપી-ની સાવકી પુત્રી રાન્યારાવની ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા  સાડા બાર કરોડ રૂપિયાની અંદાજિત કિંમતના ૧૪.૮ કિલો સોનાની દાણચોરી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેણે આ દાણચોરી માટે ખાસ પ્રકારના જેકેટ બનાવડાવ્યા હતા. 


આ ઉપરાંત રિસ્ટ બેલ્ટનો પણ ઉપયોગ કર્યો હતો. પોલીસને રાન્યા રાવના લેવલ રોડ પર આવેલાં ઘરેથી પણ ૨.૦૬ કરોડ રૂપિયાના સોનાના દાગીના અને ૨.૬૭ કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. બીજી તરફ કન્નડ અભિનેત્રી રાન્યા રાવના પિતા ડીજીપી-કર્ણાટક સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન રામચંન્દ્ર રાવે જણાવ્યું હતું કે મિડિયા દ્વારા મને આ સમાચારની જાણ થતાં હું આઘાત પામ્યો છું. મને આ બાબતની કશી જાણ નથી પણ કાયદો તેનું કામ કરશે. મારી કારકિર્દીમાં એક પણ કાળો ડાઘ પડયો નથી. શનિવારે રાન્યા રાવની પિતા રામચન્દ્ર રાવે જણાવ્યું હતું કે તે અમારી સાથે રહેતી નથી. તે તેના પતિ સાથે અલગ રહે છે. રાન્યા રાવ એ રામચન્દ્ર રાવની સાવકી પુત્રી છે. રામચન્દ્ર રાવની પ્રથમ પત્નીનું અવસાન થતાં તેમણે બીજા લગ્ન કર્યા હતા. તેમની બીજી પત્નીને તેના પહેલાં લગ્નથી બે પુત્રીઓ થયેલી હતી જેમાંની એક રાન્યા રાવ છે. પ્રાથમિક તપાસમાં જણાયું છે કે રાન્યા રાવ સિક્યુરિટી ચેકમાંથી વિના તપાસે પસાર થઈ હતી.

Reporter: admin

Related Post