વડોદરા કોર્પોરેશનમાં મનમાની કરીને કમિશનર દિલીપ રાણા બેફામ પણે બિનઅનુભવી અને લાયકાત વગરના ઉમેદવારોની ભરતી કરી રહ્યા છે.રાજ્ય સરકારનાં શહેરી વિકાસ કાર્યાલયે તપાસ મુકવાની જરૂર છે.ચીફ ફાયર ઓફિસર અને પીએ ટુ કમિશનરની ભરતીનો વિવાદ જાગેલો છે.કમિશનર રાણાના કાર્યકાળમાં જેટલી પણ ભરતી થઇ છે તેની સામે પણ આંગળી ચિંધાઇ રહી છે. જેથી કમિશનર રાણાના સમયમાં ચીફ ફાયર ઓફિસર અને પીએ ટુ કમિશનરની જેવી ભરતી થઇ છે તેવી જ ભરતી ક્યા ક્યા વિભાગોમાં થઇ છે. અને ક્યા ક્યા વિભાગમાં ભરતીમાં ગોટાળા થયા છે તેની પણ ઉંડી તપાસ થવી જરુરી છે.
બિનઅનુભવી અને લાયકાત વગરના પણ મજબૂત ભલામણના આધારે કોર્પોરેશનમાં બેફામપણે ભરતીઓ થઇ રહી છે અને તેમાં લાયકાતવાળા અને અનુભવી તથા વર્ષોથી કોર્પોરેશનમાં વફાદારીપૂર્વક કાયમી નોકરી કરનારા ઉમેદવારોને અન્યાય થઇ રહ્યો છે. ભરતીમાં રીતસર તમામ આરઆરના નિયમો અને સીધી ભરતીના નિયમોનું ઉલ્લંઘન કરીને કમિશનર મનમાની કરી રહ્યા છે. કમિશનર રાણાએ જાણી લેવું જોઇએ કે તેમને સરકારે વહિવટી વડા તરીકે વડોદરા કોર્પોરેશનમાં મુકેલા છે. વડોદરા કોર્પોરેશનમાં નિયમો મુજબ જ તમામ કામગીરી થાય તેનું ધ્યાન રાખવાની તેમની જવાબદારી છે. ભરતી હોય કે કોઇ પણ વહિવટી કામ હોય પણ કોઇ પણ જોહુકમી સિવાય થવું જોઇએ અને કોઇને પણ અન્યાય ના થાય અને યોગ્ય ઉમેદવારની કોર્પોરેશનમાં પસંદગી થાય. તેનું પણ ધ્યાન રાખવું જોઇએ. કોઇ નાગરીક ફરિયાદ લઇને આવ્યું હોય કે કોઇની ભરતી કરવાની હોય, તમામ પ્રક્રિયાઓમાં પારદર્શક અને પરિણામલક્ષી કામગીરી થાય અને વડોદરાવાસીઓને પણ સંતોષ થાય તેવી કામગીરી કરવી જોઇએ.
આ ભરતીમાં યોગ્ય ઉમેદવાર ને નોકરી મળી છે કે નહીં, આ તમામ ભરતીની તપાસ થવી જોઈએ....
સૈનિક (ફાયર મેન )
સબ ઓફિસર
ફૂડ સેફટી ઓફિસર
ડાયરેક્ટર પાર્કસ એન્ડ ગાર્ડન
ટાઉન પ્લાનર
રેવન્યુ ઓફિસર
સબ સેનેટરી ઇન્સ્પેકટર
વોર્ડ ઓફિસર
એક્ષ રે ટેક્નિકશયન
લેબ ટેક્નિશયન
ફાર્મસીસ્ટ
Reporter: admin