News Portal...

Breaking News :

ફેકલ્ટી ઑફ પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓએ મોઢેરા સૂર્ય મંદિર અને રાણીની વાવની શિલ્પકળાનો અભ

2025-03-06 15:32:36
ફેકલ્ટી ઑફ પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓએ મોઢેરા સૂર્ય મંદિર અને રાણીની વાવની શિલ્પકળાનો અભ


વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઑફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા તા. ૦૪/૦૩/૨૦૨૫ ના રોજ મોઢેરા સૂર્ય મંદિર અને રાણીની વાવ ખાતે એક શૈક્ષણિક અભ્યાસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રવાસ દ્વારા વિદ્યાર્થીઓએ ભારતીય નાટ્ય, સંગીત અને નૃત્ય સંસ્કૃતિના પ્રાચીન પ્રતિકોનું મૂલ્યાંકન કર્યું.




મોઢેરા સૂર્ય મંદિર અને રાણીની વાવ માત્ર વિશ્વવિખ્યાત સ્થાપત્ય અને શિલ્પકળા માટે જાણીતા નથી, પરંતુ નૃત્ય અને સંગીતલક્ષી શિલ્પો માટે પણ મહત્વપૂર્ણ છે. ફેકલ્ટી ઑફ પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓએ અહીં ભરત મુનિ ના “નાટ્યશાસ્ત્ર” અને નંદિકેશ્વરના “અભિનય દર્પણ” માં વર્ણવેલ નૃત્યમુદ્રાઓ અને સંગીતલક્ષી ચિત્રોનો અભ્યાસ કર્યો.વિદ્યાર્થીઓ માટે આ પ્રવાસ ખૂબ જ રોમાંચક સાબિત થયો. મંદિર અને વાવની દિવાલો અને સ્તંભો પર કંડારેલા નૃત્યમુદ્રાઓ, હસ્તમુદ્રાઓ અને વિવિધ વાદ્યો (વીણા, પખાવજ, શંખ) ની હાજરી જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. અહીં દર્શાવવામાં આવેલ “ત્રિભંગી”, “અલસ્ય”, “૧૬ શૃંગાર” જેવી નૃત્ય ભંગિમાઓ એ સાબિત કરે છે કે હજાર વર્ષ પહેલા પણ ભારતીય નૃત્ય અને સંગીતવિદ્યાનો ઊંડો વિકાસ થયો હતો.મોઢેરા સૂર્ય મંદિરના શિલ્પો પ્રાચીન કળાને ઉજાગર કરે છે. 



સંગીત અને નૃત્યના સંસ્કૃતિક પ્રભાવને દર્શાવતા દેવતાઓના શિલ્પો, જુદા જુદા સંગીત વાદ્યો અને નૃત્ય દૃશ્યો વિદ્યાર્થીઓ માટે સંશોધન માટે ઉપયોગી સાબિત થયા.યુનેસ્કોની વિશ્વ ધરોહર જાહેર કરાયેલી રાણીની વાવ એ માત્ર એક ઐતિહાસિક સ્મારક જ નહીં, પણ કલા અને કથાકથનની મહાન પરંપરાનું પ્રતિક છે. અહીં ઊંડા કોતરાયેલા શિલ્પોમાં રામાયણ અને મહાભારતના દ્રશ્યો જોવા મળ્યા.આ શિલ્પો પ્રાચીન ભારતીય કલા અને સાહિત્યની ગૌરવશાળી પરંપરાને દર્શાવે છે.વિદ્યાર્થીઓએ પુસ્તકિય જ્ઞાન અને શાસ્ત્રીય સંદર્ભોને પ્રત્યક્ષ શિલ્પોમાં અનુભવી, જેનાથી તેમની સમજ વધુ વિકસિત થઈ. ફેકલ્ટીના પ્રાધ્યાપકો અને સંશોધકો એ પણ આ અભ્યાસ પ્રવાસને સખત જરૂરી ગણાવ્યો છે.આ પ્રવાસ દ્વારા વિદ્યાર્થીઓએ ભૂતકાળમાં ઝાંખી કરી અને હાજરતેએ ભારતની સાંસ્કૃતિક અને શાસ્ત્રીય પરંપરાને જીવંત રાખવાનો સંકલ્પ કર્યો.

Reporter: admin

Related Post