વડોદરા: તહેવારને લઈને શહેર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું.વડોદરાના પાણીગેટ જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.

વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન ૩ અભિષેક ગુપ્તા દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. રમઝાન તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનિય બનાવો ન બને તે તકેદારીના ભાગરૂપે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું.

આ અગાઉ વડોદરા શહેર પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનનોમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ફૂટ પેટ્રોલિંગ દરમ્યાન સ્થાનિકોનો સાથ સહયોગ પોલીસને મળ્યો. શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય તેવી કટિબદ્ધતા સાથે પોલીસનો ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.



Reporter: admin