વાઘોડિયા વિધાનસભા વિસ્તારમાં એક રાજકીય નેતાએ ધાર્મિક પૃષ્ઠભૂમિ સાથે વીડિયો સંદેશ જાહેર કરી જનતાને મહત્વપૂર્ણ અપીલ કરી છે.
મહાકાલની પાવનભૂમિ ઉજ્જૈન અને મા બગલામુખીના સાનિધ્યનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે આ સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે મીડિયા અને નગરજનો સહકાર આપે.તેમણે પોતાના સંદેશમાં કહ્યું કે તેમની પાર્ટી જનઉત્થાન દ્વારા ‘વિકસિત ભારત’ના માર્ગ પર પ્રયત્નશીલ છે અને આ હકીકતોને લોકો સુધી પહોંચાડવી જરૂરી છે. સાથે જ જનતાને અપીલ કરી કે તેઓ સાચા અને ખોટા લોકો વચ્ચેનો ભેદ સમજી શકે.
આગળ તેમણે જણાવ્યું કે, “સેવા ભાવથી કાર્ય કરનાર અને માત્ર ધંધાકીય હિત માટે રાજકારણમાં આવેલા લોકો વચ્ચેનો ફરક જનતા સમજી શકે તે જરૂરી છે,” અને આવા લોકોને યોગ્ય સ્થાન બતાવવાનો સમય આવી ગયો હોવાનું જણાવ્યું.આ વીડિયો સંદેશ બાદ વિસ્તારમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને મતદારોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
Reporter: admin







