News Portal...

Breaking News :

નગરપાલિકા ઉમેદવારની જાહેરસભામાં ડૉ. ઋત્વિક પટેલની ગર્જના

2026-04-24 11:04:01
નગરપાલિકા ઉમેદવારની જાહેરસભામાં ડૉ. ઋત્વિક પટેલની ગર્જના


વાઘોડિયા નગરપાલિકા ઉમેદવારની જાહેરસભામાં ડૉ. ઋત્વિક પટેલની ગર્જના, ભાજપના ‘વિભીષણ’ સામે આક્રમક વલણ



વડોદરા રૂરલના વાઘોડિયામાં યોજાયેલી નગરપાલિકા ચૂંટણીની જાહેરસભા દરમિયાન રાજકીય તાપમાન ઊંચાઈએ પહોંચ્યું, જ્યાં ડૉ. ઋત્વિક પટેલે જોરદાર ભાષણ આપતા ભાજપના આંતરિક વિસંવાદ પર નિશાન સાધ્યું હતું.તેમણે જણાવ્યું કે, “ભાજપના વિભીષણોનો ‘ઓપરેશન ગંગા’ હેઠળ સંપૂર્ણ સફાયો કરવામાં આવશે.” આગળ તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, “દુશ્મનોને માફ કરી શકાય, પરંતુ ગદ્દારોને ક્યારેય નહીં. 


ડૉ. પટેલે વધુમાં કહ્યું કે, “કોઈ અમને છેડશે તો અમે એને છોડતા નથી,” અને પાર્ટીમાં આંતરિક વિરોધીઓને સીધી ચેતવણી આપી. તેમણે આક્ષેપ કર્યો કે, “વાઘોડિયામાં કોંગ્રેસના લોકો નહોતા, પરંતુ આપણા જ વિભીષણોએ વિરોધમાં ઉમેદવાર ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે.”આ ભાષણ બાદ વાઘોડિયા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે અને ભાજપની અંદરની ગતિશીલતા પર અનેક પ્રશ્નો ઊભા થયા છે.

Reporter: admin

Related Post